Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો, વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી જાહેર કરેલી વિશ્વકર્મા યોજના વિશે

દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લાલકિલ્લાની પ્રાચીર પરથી તિરંગો લહેરાવ્યો જે બાદ દેશને સંબોધિત કર્યો. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ દરેક યોજનાનો ઉલ્લેખ કર્યો જે તેમણે 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ગરીબો સધી પહોંચી. વડાપ્રધાન મોદીએ આવાસ...
જાણો  વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી જાહેર કરેલી વિશ્વકર્મા યોજના વિશે

દેશના 77માં સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લાલકિલ્લાની પ્રાચીર પરથી તિરંગો લહેરાવ્યો જે બાદ દેશને સંબોધિત કર્યો. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ દરેક યોજનાનો ઉલ્લેખ કર્યો જે તેમણે 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ગરીબો સધી પહોંચી. વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાને લઈને સ્વનિધી યોજનાની સફળતા વિશે લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને જણાવ્યું સાથે જ તેમણે વિશ્વાકર્મા જયંતિ પર એક નવી યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી.

Advertisement

કોને મળશે ફાયદો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આવનારા સમયમાં વિશ્વકર્મા જયંતિ પર અમે 13 થી 15 હજાર કરોડ રૂપિયાથી નવી શક્તિ આપવા માટે અમે આવનારા સમયમાં વિશ્વકર્મા યોજનાની (Vishvakarma Yojana) શરૂઆત કરીશું. સરકાર આ યોજના દ્વારા પારંપરિક કૌશલ્યવાળા લોકો સુધી મદદ પહોંચાડવામાં આવશે. જેમાં સોની, લુહાર, સુથાર, નાઈ, ચર્મકાર જેવા પારંપરિક કૌશલ્યવાળા લોકોને સામેલ કરવામાં આવશે અને તેમના સુધી મદદ પહોંચાડવામાં આવશે.

Independence Day India Celebrations

Advertisement

ગરીબોના કલ્યાણ માટે નાણાં ખર્ચ્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે લાખો કરોડોના ગોટાળા બંધ કર્યાં અને ગરીબોના કલ્યાણ માટે વધારેમાં વધારે નાણાં ખર્ચ કર્યાં. પહેલા કેન્દ્ર તરપથી રાજ્યના 30 લાખ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવતું હતું. છેલ્લા 10 વર્ષમાં અમે તે વધારેની 100 લાખ કરોડ સુધી પહોંચાડી દીધું છે.

આ પણ વાંચો : GOOGLE એ INDEPENDENCE DAY પર બનાવ્યું ખાસ DOODLE, ભારતની આ પરંપરા દર્શાવી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.