Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Independence Day : ભારતીય કોસ્ટ ગાર્ડના ગુજરાતના 2 અધિકારીને તત્રક્ષક મેડલ એનાયત 

77મા સ્વતંત્રતા દિવસના અવસરે, ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના જવાનોને તત્રક્ષક મેડલ એનાયત કર્યા. આવા કુલ 05 મેડલમાંથી, 02 અધિકારીને  ગુજરાત રાજ્યમાં તેમની સક્રિય સેવા દરમિયાન પરાક્રમો અને  પ્રશંસનિય કાર્યો માટે રૂપે એનાયત કરવામાં આવ્યા છે. DIG KR...
independence day   ભારતીય કોસ્ટ ગાર્ડના ગુજરાતના 2 અધિકારીને તત્રક્ષક મેડલ એનાયત 
77મા સ્વતંત્રતા દિવસના અવસરે, ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના જવાનોને તત્રક્ષક મેડલ એનાયત કર્યા. આવા કુલ 05 મેડલમાંથી, 02 અધિકારીને  ગુજરાત રાજ્યમાં તેમની સક્રિય સેવા દરમિયાન પરાક્રમો અને  પ્રશંસનિય કાર્યો માટે રૂપે એનાયત કરવામાં આવ્યા છે.
DIG KR દીપક કુમારને મેડલ 
DIG KR દીપક કુમારને ICG માં તેમની 3 દાયકાની ગુણવત્તાપૂર્ણ અને નિષ્કલંક સેવા માટે તત્કાલીન ICG ડિસ્ટ્રિક્ટ કમાન્ડર - 15 (ઉત્તર ગુજરાત) તરીકે ઓપરેશનલ અને એડમિનિસ્ટ્રેટિવ ક્ષેત્રોમાં તેમની  સિદ્ધિઓને કારણે તત્રરક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યો છે જે સૌથી વધુ સક્રિય માનવામાં આવે છે.
કમાન્ડન્ટ (JG) અનુરાગ શુક્લાને મેડલ
જ્યારે કમાન્ડન્ટ (JG) અનુરાગ શુક્લાને ICG જહાજના કમાન્ડિંગ ઓફિસર તરીકેના તેમના નેતૃત્વ માટે તત્રરક્ષક મેડલ (બહાદુરી)થી નવાજવામાં આવ્યા છે જેમાં પડકારજનક પરિસ્થિતિઓમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. . ATS ગુજરાત સાથેની આ સંયુક્ત કામગીરીને કારણે પાકિસ્તાની બોટ અને ગુનેગારોને હથિયારો સાથે મળીને પકડવામાં આવ્યા હતા.
એટીએસની કામગિરી પણ બિરદાવાઇ 
વધુમાં, શ્રી સુનિલ જોષી, IPS, SSP ATS (ગુજરાત) ને ડાયરેક્ટર જનરલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતની બહારના મેરીટાઇમ ઝોનમાં ICG સાથેની પ્રીમિયર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત કામગીરીમાં તેમની મહત્વની ભૂમિકા માટે પ્રશંસા કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.