Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP News : મધ્યપ્રદેશમાં BJP ની સોશિયલ એન્જીનિયરિંગ રણનીતિથી કોંગ્રેસમાં હલચલ

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 2500 કરોડના કોટા બીના રેલ લાઈન ડબલિંગનું લોકાર્પણ કર્યું અને 1600 કરોડની માર્ગ પરિયોજનાનું શિલાન્યાસ કર્યું. જે પછી સાગર જિલ્લામાં વડાપ્રધાન મોદીએ 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા સંત રવિદાસ મંદિરનું ભૂમિપુજન કર્યું. દોઢ મહિનામાં વડાપ્રધાનની મધ્યપ્રદેશમાં...
mp news   મધ્યપ્રદેશમાં bjp ની સોશિયલ એન્જીનિયરિંગ રણનીતિથી કોંગ્રેસમાં હલચલ

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 2500 કરોડના કોટા બીના રેલ લાઈન ડબલિંગનું લોકાર્પણ કર્યું અને 1600 કરોડની માર્ગ પરિયોજનાનું શિલાન્યાસ કર્યું. જે પછી સાગર જિલ્લામાં વડાપ્રધાન મોદીએ 100 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા સંત રવિદાસ મંદિરનું ભૂમિપુજન કર્યું. દોઢ મહિનામાં વડાપ્રધાનની મધ્યપ્રદેશમાં આ બીજી મુલાકાત છે.

Advertisement

જનસભા સંબોધિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગર બડતુમાથી લગભગ 20 કિમી દુર ઢાના નજીક એક જનસભા સંબોધિત કરી તેમણે સંબોંધનની શરૂઆતમાં સંત રવિદાસ મંદિર તથા સ્મારકના ભૂમિપુજન અને અન્ય વિકાસકાર્યો માટે રાજ્યના લોકોને શુભકામનાઓ આપી. તેમણે કહ્યું કે, સંતોની કૃપાથી મને આ પવિત્ર સ્મારકના ભૂમિપૂજનનો પવિત્ર મોકો મળ્યો છે. હું કાશીનો સાંસદ છું તેથી મારા માટે આ બેગણી ખુશીનો અવસર છે. આજે મેં શિલાન્યાસ કર્યો છે અને એક દોઢ વર્ષ બાદ મંદિર બની જશે તો લોકાર્પણ માટે પણ જરૂરથી આવીશ.

દેશ તમારી સાથે

તેમણે કહ્યું કે, પહેલાની સરકારોના સમયે જે યોજનાઓ આવતી હતી તે ચૂંટણી પ્રમાણે આવતી હતી પણ અમારો વિચાર છે કે જીવનના દરેક પડાવ પર દેશ દલિત, વંચિત, આદિવાસી, મહિલા આ દરેક સાથે ઉભો છે. આજે દેશનો દલિત હોય, વંચિત હોય, આદિવાસી હોય, અમારી સરકાર તેમને ઉચિત સમ્માન આપી રહી છે.નવી તકો આપે છે. ન આ સમાજના લોકો નબળા છે ના તેમનો ઈતિહાસ નબળો છે. એકથી એક વિભૂતિઓ સમાજના આ વર્ગમાંથી આવી છે. તેમણે રાષ્ટ્રના નિર્માણમા અસાધારણ ભૂમિકા નિભાવી છે. એટલા માટે આજે દેશ તેમની વિરાસતને ગર્વ સાથે સાચવે છે. આજે દેશના અનેક રાજ્યોમાં જનજાતિય સમાજના ગૌરવશાળી ઈતિહાસને અમર કરવા માટે મ્યૂઝિયમ બની રહ્યાં છે. ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે દેશ જનજાતીય ગૌરવ દિવસ મનાવવાની પરંપરા શરૂ કરી છે.

Advertisement

ગરીબો ભૂખ્યા નહી સુવે

તેમણે કહ્યું કે, રવિદાસજીએ એ કાળખંડમાં જન્મ લીધો જ્યારે દેશમાં મુગલોનું શાસન હતું. સમાજ, અસ્થિરતા, ઉત્પીડન અને અત્યાચાર સામે ઝઝુમી રહ્યો હતો. તે સમયે પણ રવિદાસજી સમાજને જગાડી રહ્યાં હતા. આજે આઝાદીના અમૃતકાળમાં આપણે દેશને ગરીબી અને ભૂખથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી. 80 કરોડથી વધારે લોકોને ફ્રીમાં રાશન સુનિશ્ચિત કર્યું. જ્યારે કોરોના મહામારી આવી તો પુરી દુનિયાની અર્થવ્યવસ્થાને અસર પડી હતી ત્યારે ગરીબ માટે દરેક આશંકા વ્યક્ત કરી રહ્યાં હતા કે સમાજનો આ વર્ગ કેવી રીતે રહી શકશે? ત્યારે અમે એ નક્કી કર્યું કે ભલે ગમે તે થઈ જાય હું મારા ગરીબ ભાઈઓ-બહેનોને ભુખ્યા નહી સુવા દઈશ.

ભાજપનું સોશિયલ એન્જીનિયરીંગ

મધ્યપ્રદેશમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એક તરફ કોંગ્રેસ મધ્યપ્રદેશમાં દલિતો પર સૌથી વધુ અત્યાચાર થઈ રહ્યાં છે એવું રાજ્ય ચિતરવામાં લાગ્યુ છે ત્યારે બીજી તરફ ભાજપ અહીં અનુસૂચિત જાતિના મતોને અંકે કરવા માટે પોતાની સોશિયલ એન્જીનિયરિંગ કામે લગાવી છે.

Advertisement

નિર્ણાયક મતદારો

મધ્યપ્રદેશની કુલ વસ્તીના 15.6% અનુસૂચિત જાતિ છે. અહીં કુલ 1.13 કરોડની વસ્તી દલિત સમુદાયમાંથી આવે છે. મધ્યપ્રદેશ વિધાનસભાની 230 સીટોમાંથી 35 SC માટે આરક્ષિત છે ત્યારે બુંદેલખંડ, ગ્વાલિયર-ચંબલ અને વિંધ્ય ક્ષેત્રમાં આ મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે.

કોંગ્રેસમાં હલચલ

રાજકિય સમીકરણો જોતા બંને પાર્ટીઓ માટે દલિત સમુદાયને રિઝવવો જરૂરી છે. પ્રદેશમાં 16% વોટબેંકવાળા દલિત મતદાર ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. રાજ્યની 230 વિધાનસભા સીટોમાંથી 84 સીટો પર દલિત મતદારો જ હાર-જીત નક્કી કરે છે. રાજકિય પંડિતો અનુસાર આ મંદિરના નિર્માણ દ્વારા ભાજપનો ટાર્ગેટ રાજ્યમાં દલિત મતોને રિઝવવાનો છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર મધ્યપ્રદેશમાં અનુસુચિત જાતીની વસ્તી લગભગ 15.6 % છે. રાજ્યમાં દલિત મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસની સાથે છે ત્યારે ભાજપના આ પગલાથી કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ચીફ ઇલેક્શન ઓફિસર અને અન્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક સંબંધિત બિલ રજૂ કર્યુ, જાણો મમતા બેનર્જીએ શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.