PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ
- PM Modiના 3 વર્ષના વિદેશના પ્રવાસમાંનો હિસાબ આપ્યો
- PM મોદીનો સૌથી મોંઘો પ્રવાસ જૂન 2023માં અમેરિકાનો હતો
- 38 વિદેશ પ્રવાસો પર 258.9 કરોડ રૂપિયા ખર્ચ કર્યા
PM Modi : કેન્દ્ર સરકારે (Union Government) મે 2022 થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના 38 વિદેશ પ્રવાસો પર 258.9 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પ્રશ્ન કરતા લેખિતમાં જણાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન PM મોદીનો સૌથી મોંઘો પ્રવાસ જૂન 2023માં અમેરિકાનો હતો, જેનો ખર્ચ 22 કરોડ રૂપિયાથી વધુ હતો. સપ્ટેમ્બર 2024માં વડાપ્રધાનની અમેરિકા મુલાકાત (US Visit) પર 15 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો.
આ ખર્ચમાં વડાપ્રધાનના પ્રતિનિધિમંડળ માટે રહેવાની વ્યવસ્થા,પરિવહન,સુરક્ષા અને હાર્ડવેર,સ્થળના ખર્ચ અને નકામા (Miscellaneous Expenses) ખર્ચનો સમાવેશ થાય છે. વિવિધ ખર્ચાઓ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા ન હતા. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મની,ડેન્માર્ક,ફ્રાન્સ નેપાળ,સંયુક્ત આરબ અમીરાત,જાપાન,ઉઝબેકિસ્તાન અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી.2023માં,પપુઆ ન્યુ ગિની,ઓસ્ટ્રેલિયા,જાપાન,યુએસ,યુએઈ,ઇજિપ્ત,દક્ષિણ આફ્રિકા,ઇન્ડોનેશિયા અને ગ્રીસ જેવા દેશોની મુલાકાત પ્રધાનમંત્રીએ લીધી હતી.2024 માં વડાપ્રધાને UAE,ભૂતાન,કતાર,ઇટાલી,ઑસ્ટ્રિયા,રશિયા,પોલેન્ડ,યુક્રેન,બ્રુનેઈ દારુસલામ,યુએસ,સિંગાપોર,લાઓસ,બ્રાઝિલ,ગુયાના અને કુવૈતનો પ્રવાસ (Foreign Visit) કર્યો.
આ પણ વાંચો -સાવધાન! રસ્તા પર પક્ષીઓને દાણા નાંખ્યા તો...આ શહેરમાં નવો નિયમ લાગુ
2022માં કરેલ વિદેશયાત્રાનો ખર્ચ
દેશ | ખર્ચ |
જર્મની | 9,44,41,562 |
ડેનમાર્ક | 5,47,46,921 |
ફ્રાન્સ | 1,95,03,918 |
નેપાળ | 80,01,483 |
જાપાન | 8,68,99,372 |
યુએઈ | 1,64,92,605 |
જર્મની | 14,47,24,416 |
જાપાન | 7,08,03,411 |
ઉઝબેકિસ્તાન | 1,57,26,700 |
ઇન્ડોનેશિયા | 4,69,52,964 |
2023માં કરેલ વિદેશયાત્રાનો ખર્ચ
દેશ | ખર્ચ |
પાપુઆ ન્યુ ગિની | 8,58,04,677 |
ઓસ્ટ્રેલિયા | 6,06,92,057 |
જાપાન | 17,19,33,356 |
અમેરિકા | 22,89,68,509 |
ઈજિપ્ત | 2,69,04,059 |
ફ્રાન્સ | 13,74,81,530 |
યુએઈ | 1,45,06,965 |
દક્ષિણ આફ્રિકા | 6,11,37,355 |
ગ્રીસ | 6,97,75,753 |
ઇન્ડોનેશિયા | 3,62,21,843 |
યુએઈ | 4,28,88,197 |
આ પણ વાંચો -Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન
2024માં કરેલ વિદેશયાત્રાનો ખર્ચ
દેશ | ખર્ચ |
યુએઈ | 5,31,95,485 |
કતાર | 3,14,30,607 |
ભૂટાન | 4,50,27,271 |
ઈટાલી | 14,36,55,289 |
ઑસ્ટ્રિયા | 4,35,35,765 |
રશિયા | 5,34,71,726 |
પોલેન્ડ | 10,10,18,686 |
યુક્રેન | 2,52,01,169 |
બ્રુનેઈ | 5,02,47,410 |
અમેરિકા | 15,33,76,348 |
સિંગાપોર | 7,75,21,329 |
લાઓસ | 3,00,73,096 |
રશિયા | 10,74,99,171 |
નાઈજીરીયા | 4,46,09,640 |
બ્રાઝિલ | 5,51,86,592 |
ગયાના | 5,45,91,495 |
કુવૈત | 2,54,59,263 |
જ્યારે મનમોહન સિંહ પીએમ હતા
સરકારે 2014 પહેલાના ત્રણ વર્ષ દરમિયાન પીએમની યાત્રાઓની વિગતો પણ આપી છે. આંકડા દર્શાવે છે કે 2011 માં અમેરિકાની યાત્રા પર 10 કરોડ 74 લાખ 27 હજાર 363 રૂપિયા ખર્ચ થયા હતા. તે જ સમયે, 2013 માં રશિયાની યાત્રાનો ખર્ચ 9 કરોડ 95 લાખ 76 હજાર 890 રૂપિયા હતો. ૨૦૧૧માં ફ્રાન્સની યાત્રા પર ૮ કરોડ ૩૩ લાખ ૪૯ હજાર ૪૬૩ રૂપિયા અને ૨૦૧૩માં જર્મનીની યાત્રા પર ૬ કરોડ ૨ લાખ ૨૩ હજાર ૪૮૪ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.