Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વારાણસીથી PM મોદી હારી ગયા હોત જો... જાણો કેમ રાહુલ ગાંધીએ આવું કહ્યું

Rahul Gandhi Speech in Raebareli : નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. તેમના નેતૃત્વમાં બનેલી નવી સરકાર (New Government) માટે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પણ કરવામાં આવી ચુકી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના વારાણસી...
09:41 PM Jun 11, 2024 IST | Hardik Shah
Rahul Gandhi will visit Gujarat

Rahul Gandhi Speech in Raebareli : નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. તેમના નેતૃત્વમાં બનેલી નવી સરકાર (New Government) માટે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પણ કરવામાં આવી ચુકી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના વારાણસી (Varanasi) થી ત્રીજી વખત ચૂંટણી જીત્યા બાદ PM મોદી 18 જૂને પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાત લઈ શકે છે. બીજી તરફ લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Rahul Gandhi and Priyanka Gandhi) આજે એટલે કે 11 જૂન મંગળવારે રાયબરેલી (Raebareli) પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ અહીં લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે આ દરમિયાન વારાણસી બેઠક (Varanasi Seat) પરથી વડાપ્રધાન મોદી (PM Modi) હારી ગયા હોવાની વાત કરી હતી. રાહુલ ગાંધીએ શું કહ્યું જાણો આ આર્ટિકલમાં...

રાહુલ કેમ કહ્યું PM મોદી વારાણસીથી હારી ગયા હોત...?

રાયબરેલી પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ તાજેતરની લોકસભા ચૂંટણીમાં 'દ્વેષ, હિંસા અને અહંકાર સામે મતદાન કરવા' બદલ લોકોનો આભાર માન્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના ભાષણમાં દાવો કર્યો કે જો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડી હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોત 2-3 લાખ મતોથી હારી ગયા હોત. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે અહીં 'આભાર સભા'માં કહ્યું, "ભારતે આ ચૂંટણીમાં સંદેશ આપ્યો છે કે અમને નરેન્દ્ર મોદીજીનું 'વિઝન' પસંદ નથી. અમને નફરત નથી જોઈતી, હિંસા નથી જોઈતી. અમને પ્રેમની દુકાન જોઈએ છે. દેશ માટે એક નવા 'વિઝન'ની જરૂર છે. જો દેશને નવું 'વિઝન' આપવું હોય તો ઉત્તર પ્રદેશમાંથી જ આપવું પડશે અને ઉત્તર પ્રદેશે એવો સંદેશ આપ્યો છે કે અમને રાજ્ય અને દેશમાં INDIA ગઠબંધન, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જોઈએ છે.

રાયબરેલીમાં જીત બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ મુલાકાત

કોંગ્રેસ નેતાએ કહ્યું કે તમે (ભાજપ) કિશોરી લાલ શર્માને અમેઠીમાં, મને રાયબરેલીમાં અને ઉત્તર પ્રદેશમાં INDIA ગઠબંધનના સાંસદોને જીતાડ્યા. તમે આખા દેશની રાજનીતિ બદલી નાખી છે. જનતાએ દેશના વડાપ્રધાનને સંદેશો આપ્યો છે કે જો તેઓ બંધારણને સ્પર્શ કરશે તો જુઓ લોકો તેમનું શું કરશે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, તમે ફોટો જોયો જ હશે કે નરેન્દ્ર મોદી બંધારણને પોતાના કપાળે લગાવે છે. દેશની જનતાએ આ કરી લીધું છે. જનતાએ દેશના વડાપ્રધાનને સંદેશ આપ્યો કે તમે બંધારણ સાથે રમત કરશો તો સારું નહીં થાય. લોકસભા ચૂંટણીમાં રાયબરેલી મતવિસ્તારમાંથી રાહુલ ગાંધીની જીત બાદ બંને કોંગ્રેસના નેતાઓની રાયબરેલીની આ પ્રથમ મુલાકાત છે.

રાહુલ ગાંધીનો વધ્યો આત્મવિશ્વાસ

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં ભલે કોંગ્રેસ પાર્ટી (Congress Party) ને ત્રણ આંકડા જેટલી પણ સીટો ન મળી હોય પણ તેમના નેતાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘણા ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યા છે. જોકે, લોકસભા ચૂંટણીના પરિણામ (Lok Sabha Election Result) પાછળ તેમણે કરેલી મહેનત સૌથી વધુ જોવામાં આવી રહી છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી (Congress Party) એ દેશની ઘણી પાર્ટીઓ સાથે મળીને લોકસભા ચૂંટણી (Lok Sabha Election) લડી હતી અને તેનું નામ INDIA ગઠબંધન (India Alliance) રાખવામાં આવ્યું હતું. આ ગઠબંધન કુલ 232 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો - બે વખત જેમણે જીત અપાવી શું હવે તેમને જ છોડશે રાહુલ ગાંધી?

આ પણ વાંચો - CWC : “રાહુલ ગાંધી, તમે જ નરેન્દ્ર મોદીને…..!”

Tags :
Gujarat Firstlok-sabhaNarendra Modinarendra modi defeated significant marginnarendra modi newspm modipm narendra modiPriyanka GandhiPriyanka gandhi contested varanasipriyanka gandhi vadrarahul-gandhiVaranasi
Next Article