Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી 25 ફેબ્રુઆરીના રોજ આવશે રાજકોટની મુલાકતે, કરશે AIIMS નું લોકાર્પણ

AIIMS RAJKOT : લોકસભાણી ચૂંટણીને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. દરેક રાજનૈતિક પાર્ટી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટમાં...
pm મોદી 25 ફેબ્રુઆરીના રોજ આવશે રાજકોટની મુલાકતે  કરશે aiims નું લોકાર્પણ

AIIMS RAJKOT : લોકસભાણી ચૂંટણીને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. દરેક રાજનૈતિક પાર્ટી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટમાં પૂર્ણ થયેલ AIIMS નું ઉદ્ઘાટન કરવાના છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના નિર્ણય બાદ એઈમ્સના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ AIIMSનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આવતા સપ્તાહે ચાર દિવસમાં બે રાજ્યોની મુલાકાત લેશે. જેમાં ગુજરાત ઉપરાંત યુપીના પ્રવાસનો સમાવેશ થાય છે.

Advertisement

AIIMS ગુજરાત માટે નિવડશે ગુણકારી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 તારીખના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન અહી AIIMSનું ઉદ્ઘાટન કરવાના છે. રાજકોટમાં તૈયાર કરાયેલ AIIMS આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું સૌથી મહત્વનું પગલું કહી શકાય. AIIMS માં હાલ છેલ્લા 2 વર્ષથી OPD સેવા ચાલુ છે જોકે હવે IPD સેવા પણ શરૂ કરવામાં આવશે. આથી સૌથી વધુ ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને થવાનો છે. AIIMS ના માધ્યમ દ્વારા દરેક નાગરિકને તદ્દન નજીવા ભાવે અદ્યતન મેડિકલ સુવિધા મળી રહેશે.

Advertisement

PM MODI

PM MODI

AIIMS  ખાતે IPD સેવા શરૂથયા બાદ દર્દીઓને દાખલ કરી સારવાર કરી શકાશે. એટલું જ નહીં AIIMS ખાતે 250 મલ્ટી સ્પેશિયાલીટી બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ 200 એકર જમીનમાં AIIMS નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

Advertisement

રાજકોટમાં વડાપ્રધાનના પ્રવાસને લઈ એલર્ટ

પ્રધાનમંત્રી મોદીના રાજકોટના પ્રવાસને લઈને તંત્ર હાલ તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. વડાપ્રધાન આ પ્રવાસમાં એમ્સના ઉદ્ઘાટન બાદ રેસકોર્ષ ગ્રાઉંડ ખાતે એક જંગી સભા પણ યોજવાના છે. આ સભાસ્થળે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અંગેની તપાસ હાથ ધરાઇ છે. આ તપાસ હેઠળ સભાસ્થળે બોમ્બ ડૉગ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો -- Surendranagar : કારનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો, પરિવારના 4 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.