ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, 6000 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના ગુજરાત પ્રવાસમાં તેઓ મહેસાણા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન 30 ઓક્ટોબરે બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં સવારે પૂજા અર્ચના કરશે....
11:36 AM Oct 30, 2023 IST | Hardik Shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના ગુજરાત પ્રવાસમાં તેઓ મહેસાણા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન 30 ઓક્ટોબરે બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં સવારે પૂજા અર્ચના કરશે. આ પછી તેઓ બપોરે 12 કલાકે મહેસાણાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે જાહેર કાર્યક્રમમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM મોદીએ અંબાજીમાં મા અંબાના આશીર્વાદ લીધા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 ઓક્ટોબરે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાથી તેઓ અંબાજી માટે રવાના થયા હતા અને અંબાજી પહોંચ્યા હતા. PM મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અંબાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે ત્યાં યોજાયેલી ગબ્બર આરતીમાં ભાગ લીધો હતો. લગભગ અડધો કલાક અંબાજી મંદિરમાં રોકાયા બાદ વડાપ્રધાન મોદી ખેરાલુ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યાની આસપાસ અહીં જનસભાને સંબોધશે. આ પછી PM મોદી બપોરે 2 વાગે ગાંધીનગર પહોંચશે. મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના છે.

PM મોદી ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

જણાવી દઇએ કે, તેમના દ્વારા જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (WDFC) ના ન્યૂ ભાંડુ-ન્યૂ સાણંદ (N) સેક્શન, વિરમગામ-સમાખિયાલી રેલ લાઇનનું ડબલિંગ, કટોસણ રોડ-બેચરાજી-મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL સાઈડિંગ) રેલ પ્રોજેક્ટ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના વિજાપુર અને માણસા તાલુકાના વિવિધ ગ્રામીણ તળાવોના રિચાર્જ માટેનો પ્રોજેક્ટ, મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વલસાણા બેરેજ, પાલનપુર, બનાસકાંઠા ખાતે પીવાના પાણીની જોગવાઈ માટે બે પ્રોજેક્ટ ધરોઈ ડેમ આધારિત પાલનપુર લાઈફલાઈન પ્રોજેક્ટ અને 80 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામેલ છે.

PM સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે

સરકારી નિવેદન અનુસાર, વડાપ્રધાન બીજા દિવસે સવારે 8 વાગ્યે કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. તેઓ શિલાન્યાસ અને અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. નિવેદનમાં જણાવાયું છે કે વડાપ્રધાન મહેસાણામાં રેલ, માર્ગ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 5,800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો - અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiGUJARAT VISITMehsana districtModi visit GujaratNarendra Modipm modiPM Modi visit Gujaat
Next Article