ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

The White House માં PM Modi કરશે ડિનર, જાણો મેનુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા (PM Modi In America) પ્રવાસનો આજે બીજા દિવસ છે. વડાપ્રધાન મોદી બુધવારે વોશિંગ્ટન પહોંચી ગયા છે. આજે રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઈડન તેમના માટે ડિનરનું આયોજન કર્યું છે. તે જ સમયે, પીએમ...
08:03 AM Jun 22, 2023 IST | Hiren Dave
featuredImage featuredImage

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા (PM Modi In America) પ્રવાસનો આજે બીજા દિવસ છે. વડાપ્રધાન મોદી બુધવારે વોશિંગ્ટન પહોંચી ગયા છે. આજે રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઈડન તેમના માટે ડિનરનું આયોજન કર્યું છે. તે જ સમયે, પીએમ મોદીને મળ્યા પછી જીલ બાઈડને ડિનરને લઈને ઘણી વાતો શેર કરી. જે બાદ ડિનર મેનુ પણ સામે આવી ગયું છે. મળતી માહિતી અનુસાર જીલ બાઈડને શેફ સાથે ડિનર તૈયાર કરવામાં પણ કામ કર્યું છે.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાજરીને પ્રોત્સાહન આપવાના આહ્વાન પર અમેરિકાની પ્રથમ મહિલા જીલ બાઈડને તેમના સન્માનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં બાજરી આધારિત વાનગીઓનો સમાવેશ કર્યો હતો. જીલ બાઈડને રાત્રિભોજન માટે શેફ નીના કર્ટિસ, વ્હાઈટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઈટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુસી મોરિસન સાથે પણ કામ કર્યું હતું.

ડિનર બાદ સંગીત કાર્યક્રમનું આયોજન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની પ્રથમ મહિલા જીલ બાઈડને કહ્યું કે, ડિનર પછી સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ પોતાના અવાજનો જાદુ ફેલાવશે. આ પછી પેન્સિલવેનિયા યુનિવર્સિટીનું એક જૂથ ભારતીય સંગીત રજૂ કરશે.

તિરંગાની થીમ પર ડાઈનિંગ ટેબલ સજાવાશે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડને આજે વડાપ્રધાન મોદી માટે ડિનરનું આયોજન કર્યુ છે. જેનું મેનુ સામે આવી ગયુ છે. જણાવી દઈએ કે જિલ બાઈડન પોતે ડિનરની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે તેની ખાસ વાત એ છે કે તિરંગાની થીમ પર ડાઈનિંગ ટેબલને સજાવવામાં આવશે.

 

જાણો ડિનરમાં કઈ વાનગી PM MOdi ને પીરસવામાં આવશે

આપણ  વાંચો _વોશિંગ્ટન ડીસીમાં એરપોર્ટ પર PM MODI ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

 

Tags :
AmericaJill BidenJoe BidenPm Modi America Visitpm modi us visit