Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું રશિયા-યુક્રેન મુદ્દે PM મોદી અને બાઈડેન વચ્ચે ચર્ચા થશે? વ્હાઈટ હાઉસે આપી આ પ્રતિક્રિયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના રાજકીય પ્રવાસ પર છે. તેમની આ યાત્રાથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાનશ્રી મોદીની રાષ્ટ્રપતિ બાઈડન સાથે કયાં-કયા મુદ્દે વાતચીત થશે તેની જાણકારી વ્હાઈટ હાઉસ તરફથી દેવામાં આવી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે રશિયા-યુક્રેન યુદ્ધનો...
શું રશિયા યુક્રેન મુદ્દે pm મોદી અને બાઈડેન વચ્ચે ચર્ચા થશે  વ્હાઈટ હાઉસે આપી આ પ્રતિક્રિયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના રાજકીય પ્રવાસ પર છે. તેમની આ યાત્રાથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાનશ્રી મોદીની રાષ્ટ્રપતિ બાઈડન સાથે કયાં-કયા મુદ્દે વાતચીત થશે તેની જાણકારી વ્હાઈટ હાઉસ તરફથી દેવામાં આવી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો.

Advertisement

શું કહ્યું અમેરીકાએ

અમેરીકાના નેશનલ સિક્યોરિટિ કાઉન્સિલ કોર્ડિનેટર ફોર સ્ટ્રેટજીક કોમ્યુનિકેશન જોન કિર્બીએ કહ્યું કે, બંને નેતા રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિ પ્રસ્તાવને લઈને શું અને ક્યા સુધી વાતચીત કરશે તે હું હાલ કહી નથી શકતો.

Advertisement

વડાપ્રધાનશ્રી મોદી અમેરીકાના પ્રવાસે

જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડનના નિમંત્રણ પર મોદી 24 જુન સુધી અમેરીકામાં રહેશે. બાઈડન 22 જુને એક સ્ટેટ ડિનર પણ લેશે. આ યાત્રામાં વડાપ્રધાન અમેરીકન કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

Advertisement

ત્રીજા પક્ષને અમે આવકારીશું

કિર્બીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવામાં સામેલ ત્રીજા પક્ષના દેશની ભૂમિકાનું અમેરીકામાં સ્વાગત છે. જ્યાં સુધી અન્ય દેશોની ભૂમિકાની વાત છે અમે પણ ઘણાં સમયથી કહીએ છીએ કે અમે શાંતિ પ્રક્રિયામાં સામેલ ત્રીજા પક્ષ દેશની ભૂમિકાનું સ્વાગત કરીશું અને અમે માનીએ છીએ કે તેમાં ત્રીજા પક્ષના દેશ માટે આ રીતની ભૂમિકા હોઈ શકે છે.

શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા

કિર્બીએ કહ્યું કે, તેને લઈને મને કોઈ શંકા નથી કે યુક્રેન યુદ્ધને લઈને વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રા દરમિયાન ચર્ચા થશે. તેના વિશે કોઈ સવાલ ઉભો થતો નથી. જોકે મહદ્અંશે શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. હું હાલ કંઈ નહી કહી શકું આપણે તેના માટે નેતાઓને સાંભળવાની રાહ જોવી જોઈએ.

આ પણ વાંચો : THE WHITE HOUSE : અમેરિકાના રાષ્ટ્રપતિનું આ ઘર અને ઓફિસ કેવી છે ? વાંચો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.