The White House માં PM Modi કરશે ડિનર, જાણો મેનુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા (PM Modi In America) પ્રવાસનો આજે બીજા દિવસ છે. વડાપ્રધાન મોદી બુધવારે વોશિંગ્ટન પહોંચી ગયા છે. આજે રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જીલ બાઈડન તેમના માટે ડિનરનું આયોજન કર્યું છે. તે જ સમયે, પીએમ મોદીને મળ્યા પછી જીલ બાઈડને ડિનરને લઈને ઘણી વાતો શેર કરી. જે બાદ ડિનર મેનુ પણ સામે આવી ગયું છે. મળતી માહિતી અનુસાર જીલ બાઈડને શેફ સાથે ડિનર તૈયાર કરવામાં પણ કામ કર્યું છે.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાજરીને પ્રોત્સાહન આપવાના આહ્વાન પર અમેરિકાની પ્રથમ મહિલા જીલ બાઈડને તેમના સન્માનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં બાજરી આધારિત વાનગીઓનો સમાવેશ કર્યો હતો. જીલ બાઈડને રાત્રિભોજન માટે શેફ નીના કર્ટિસ, વ્હાઈટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઈટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુસી મોરિસન સાથે પણ કામ કર્યું હતું.
#WATCH | Washington, DC | "After dinner, we will have the opportunity to hear one of our nation's incredible talents - Grammy award winner Joshua Bell. His performance will be followed by Penn Masala - a South Asian acapella group from the University of Pennsylvania who are… pic.twitter.com/4EI3RUDzVQ
— ANI (@ANI) June 21, 2023
ડિનર બાદ સંગીત કાર્યક્રમનું આયોજન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની પ્રથમ મહિલા જીલ બાઈડને કહ્યું કે, ડિનર પછી સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલ પોતાના અવાજનો જાદુ ફેલાવશે. આ પછી પેન્સિલવેનિયા યુનિવર્સિટીનું એક જૂથ ભારતીય સંગીત રજૂ કરશે.
First Lady of the US Jill Biden worked with guest Chef Nina Curtis, White House Executive Chef Cris Comerford, and White House Executive Pastry Chef Susie Morrison to develop the menu for the State Dinner to be hosted for PM Modi. The dishes were displayed at a media preview at… pic.twitter.com/eOZChjdr6W
— ANI (@ANI) June 21, 2023
તિરંગાની થીમ પર ડાઈનિંગ ટેબલ સજાવાશે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડને આજે વડાપ્રધાન મોદી માટે ડિનરનું આયોજન કર્યુ છે. જેનું મેનુ સામે આવી ગયુ છે. જણાવી દઈએ કે જિલ બાઈડન પોતે ડિનરની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે તેની ખાસ વાત એ છે કે તિરંગાની થીમ પર ડાઈનિંગ ટેબલને સજાવવામાં આવશે.
જાણો ડિનરમાં કઈ વાનગી PM MOdi ને પીરસવામાં આવશે
- ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ
- લેમન ડિલ યોગર્ટ સોસ
- કંપ્રેસ્ડ વોટરમેલન
- સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ
- ટેન્ગી એવોકાડો સોસ
- રોજ એન્ડ કાર્ડોમોન ઇન્ફ્યુઝ્ડ સ્ટ્રોબેરી શોર્ટકેક
- ક્રીમી સેફરોન ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો
- સમર સ્ક્વોશ
- ક્રિસ્પ્ડ મિલેટ કેક
- મેરીનેટેડ મિલેટ
આપણ વાંચો _વોશિંગ્ટન ડીસીમાં એરપોર્ટ પર PM MODI ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું