Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી આજે રામનગરીને આપશે 15,700 કરોડ રૂપિયાની ભેટ

22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. જેને લઇને સૌ રામ ભક્તોમાં ખુશીની લહેર છે. ત્યારે આજનો દિવસ પણ અયોધ્યાનગરી માટે ખાસ છે. આજે 30...
pm મોદી આજે રામનગરીને આપશે 15 700 કરોડ રૂપિયાની ભેટ

22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે. જેને લઇને સૌ રામ ભક્તોમાં ખુશીની લહેર છે. ત્યારે આજનો દિવસ પણ અયોધ્યાનગરી માટે ખાસ છે. આજે 30 ડિસેમ્બર 2023 અયોધ્યાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થવાનો છે. આજે વડાપ્રધાન મોદી અયોધ્યા આવી રહ્યા છે, જ્યા તેઓ અયોધ્યાના 15,700 કરોડ રૂપિયાની ભેટ આપશે.

Advertisement

PM મોદીનું અયોધ્યામાં કરાશે ભવ્ય સ્વાગત

અયોધ્યામાં આજે વડાપ્રધાન મોદી આવવાના છે. જ્યારે PM મોદી અયોધ્યા પહોંચશે, ત્યારે દેશભરના કલાકારોના વિવિધ જૂથો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં 1400 થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. 22 જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પહેલા PM મોદી તેમની મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, હાઈવે, રેલ્વે સ્ટેશન અને રેલ્વે લાઈન ડબલિંગ સહિત અનેક મોટા પ્રોજેક્ટની ભેટ આપશે. આ સાથે ચાર મુખ્ય રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. અયોધ્યા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના કેટલાક પ્રોજેક્ટને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે PM મોદી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર વંદે ભારત એક્સપ્રેસ, મેંગ્લોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ ફ્લેગ ઓફ કરશે.

Advertisement

PM મોદીના સ્વાગત માટે અયોધ્યાનગરીને શણગારવામાં આવ્યું

Advertisement

અયોધ્યા વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે. લોકો સ્થળ પર પહોંચવા લાગ્યા છે. માર્ગોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. અહીં શંખ ​​નાદ અને ડમરુ વગાડીને PM નું સ્વાગત કરવામાં આવશે. અયોધ્યામાં દરેક ખૂણા પર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. લોક નર્તકો લોક સંસ્કૃતિની ધૂન અને સંગીત પર નાચતા જોવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો

  • PM સવારે 8.35 વાગ્યે દિલ્હીથી અયોધ્યા જવા રવાના થશે.
  • સવારે 9.50 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. સવારે 9.50 કલાકે એરપોર્ટથી રોડ માર્ગે સવારે 10.30 કલાકે અયોધ્યા જંકશન રેલ્વે સ્ટેશન પહોંચશે.
  • સવારે 10.30 થી 11 વાગ્યા સુધી અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે.
  • સવારે 11.05 વાગ્યે રેલવે સ્ટેશનથી નીકળશે અને રોડ શો કરીને બપોરે 12.25 વાગ્યે એરપોર્ટ પહોંચશે.
  • બપોરે 12.30 થી 12.45 સુધી એરપોર્ટના નવા ટર્મિનલનું નિરીક્ષણ કરશે.
  • બપોરે 12.50 કલાકે એરપોર્ટથી નીકળશે અને 12.55 કલાકે એરપોર્ટ નજીક મીટીંગ પ્લેસ પહોંચશે.
  • બપોરે 1 વાગ્યાથી સભા સ્થળ પર ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 2 વાગ્યા સુધી જનસભાને સંબોધશે.
  • PM બપોરે 2 વાગે એરપોર્ટ જશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો - Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિવિધ કાર્યક્રમોને લઈ PM મોદીના રૂટની બ્લૂ પ્રિંટ તૈયાર, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.