Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત PM MODI કરશે 'MANN KI BAAT'

વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમથી તો કોણ જ અજાણ હશે. લોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવખત વડાપ્રધાન બન્યા બાદ PM MODI ફરીથી 'મન કી બાત' કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમનો 111મો એપિસોડ હશે. મન...
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત pm modi કરશે  mann ki baat

વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમથી તો કોણ જ અજાણ હશે. લોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવખત વડાપ્રધાન બન્યા બાદ PM MODI ફરીથી 'મન કી બાત' કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમનો 111મો એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ હવે ચાર મહિના બાદ શરૂ થવા જઈ રહ્યો છે. PM MODI ના MANN KI BAAT નો ઉદ્દેશ્ય ભારતીય સમાજના વિવિધ વર્ગો સાથે જોડવાનો છે. જેમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોનો પણ સમાવેશ થાય છે. PM MODI તેમના આ કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરે છે.

Advertisement

MANN KI BAAT કાર્યક્રમ આજે 11 વાગે શરૂ થશે

MANN KI BAAT કાર્યક્રમ આજે 11 વાગે શરૂ થશે. PM આજે તેમના આ કાર્યક્રમમાં સરકારના એજન્ડા પર વાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાઓ અલગ-અલગ જગ્યાએ આ કાર્યક્રમ સાંભળશે. ભાજપ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા બૂથ કાર્યકર્તાઓ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળશે. MANN KI BAAT ની વિશે વધુ કહેવામાં આવે તો કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ તેમજ 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. વિદેશી ભાષાઓમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલુચી, અરબી, પશ્તો, ફારસી, દારી અને સ્વાહિલીનો સમાવેશ થાય છે. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો પર પ્રસારિત થાય છે.

Advertisement

છેલ્લો એપિસોડ 25 ફેબ્રુઆરીએ પ્રસારિત થયો હતો

નોંધનીય છે કે, 'મન કી બાત' નો છેલ્લો એપિસોડ 25 ફેબ્રુઆરીએ પ્રસારિત થયો હતો. આ પછી, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જારી કરાયેલી આચારસંહિતાને કારણે આ કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો. PM MODI દ્વારા આ કાર્યક્રમના અંતિમ આવૃતિમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, "લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મન કી બાત આગામી ત્રણ મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે નહીં, તેમણે કહ્યું હતું કે, "મિત્રો, આગલી વખતે." હું તમારી સાથે વાત કરું છું તેથી હું તમને નવી ઊર્જા અને નવી માહિતી સાથે મળીશ."ત્યારે આજે ચાર મહિના બાદ MANN KI BAAT કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : HARIDWAR:ગંગા બની ગાંડીતૂર, અનેક ગાડીઓ તણાઇ,જુઓ video

Advertisement

Tags :
Advertisement

.