Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી કહેતા હતા કે ફ્રીની રેવડી વહેંચે છે કેજરીવાલ, હવે તેઓ શું પ્રસાદ વહેંચી રહ્યા છે

Delhi Election 2025: ભાજપના સંકલ્પ પત્ર પર આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે નિશાન સાધ્યું છે. તેમણે તેને માત્ર ખોટા વચનોનું પોટલું ગણાવ્યું છે.
pm મોદી કહેતા હતા કે ફ્રીની રેવડી વહેંચે છે કેજરીવાલ  હવે તેઓ શું પ્રસાદ વહેંચી રહ્યા છે
Advertisement
  • ભાજપ જેને રેવડી ગણાવતું હતું તે હવે તેઓ શું કરી રહ્યા છે
  • કેજરીવાલે ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે કર્યા આકરા પ્રહાર
  • હવે PM મોદી જાહેરાત કરે કે આ રેવડી નહી ભગવાનનો પ્રસાદ છે

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે ભાજપે ગુરૂવારે પોતાનો સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો હતો. જેાં ભાજપે મહિલાઓને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. જેમાં ભાજપે મહિલાઓને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. ત્યારે હવે ભાજપે સંકલ્પ પત્ર અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંજોયક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નિશાન સાધ્યું છે.

Advertisement

રેવડીને ખરાબ ગણાવનારા હવે રેવડી ઉછાળી રહ્યા છે

પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ફ્રીની રેવડી યોગ્ય નથી. તેમણે 100 વખત કહ્યું કે, કેજરીવાલ ફ્રીની રેવડી વહેચી રહ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેરાત કરી છે કે અમે પણ ફ્રીની રેવડી આપીશું. હવે મોદી સરકાર જાહેરાત કરે કે ફ્રીની રેવડી સાચી છે. મોદી કહે કે પહેલા જે કહ્યું હતું તે ખોટું કહ્યું હતું. દેશના ભગવાનનો પ્રસાદ છે.

Advertisement

આ પણ વાંચો : Saif Ali Khan Attack: 'અમે બધા ચિંતામાં' કરીના કપૂરના એક્સ બોયફ્રેન્ડની પ્રતિક્રિયા

Advertisement

ભાજપની પાસે કોઇ જ વિઝન નથી

અરવિંદ કેજરીવાલને પુછવામાં આવ્યું કે, શું ભાજપની જેમ તમે પણ પહેલી કેબિનેટમાં 2100 રૂપિયા પ્રતિ માસ મહિલાઓને આપવાનો પ્રસ્તાવ કરશો? તે અંગે કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે, અમે પણ કરી દઇશું. તેમણે કહ્યું કે, ભાજપ પોતાના વચન પણ આમ આદમી પાર્ટીની કોપી કરે છે. ભાજપ પાસે પોતાનું કોઇ વિઝન નથી. પૂર્વ સીએમએ કહ્યું કે, ભાજપનો સંકલ્પ પત્ર ખોટા વચનોનું પોટલું છે.

શું જેપી નડ્ડાએ પીએમ મોદીની પરવાનગી લીધી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ અધ્યક્ષે પોતાનો સંકલ્પ પત્રમાં અનેક રેવડીઓની જાહેરાત કરી. શું તેને વહેંચવા માટે તેમણે વડાપ્રદાનની પરવાનગી લીધી છે વડાપ્રધાને સેંકડો વખત કહ્યું કે, ફ્રીની રેવડી યોગ્ય નથી. કેજરીવાલ ફ્રીની રેવડીઓ વહેંચી રહ્યા છે. આ દેશ માટે યોગ્ય નથી. પરંતુ ભાજપ અધ્યક્ષે જાહેરાત કરી કે અમે પણ કેજરીવાલની જેમ ફ્રીની રેવડી આપીશું. વડાપ્રધાન આવીને જાહેરાત કરે કે તેમની સંમતી છે, તેઓ બોલ્યા કે મે ખોટુ કહ્યું હતું અને કેજરીવાલ સાચા છે, ફ્રીની રેવડી ભગવાન પ્રસાદ છે.

આ પણ વાંચો : રશિયન સૈન્યમાં લડી રહેલા 16 ભારતીયો 'ગુમ'! અત્યાર સુધીમાં 12 લોકોના મોત: વિદેશ મંત્રાલય

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

featured-img
રાષ્ટ્રીય

Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન

Trending News

.

×