ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

PM મોદી આવતીકાલે Maharashtra અને Rajasthan ના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી...

PM નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે સવારે 11:15 વાગ્યે PM જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે PM કાર્યક્રમ હેઠળ 11 લાખ નવી લખપતિ દીદીઓનું સન્માન કરશે PM નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે મહારાષ્ટ્ર (Maharashtra) અને રાજસ્થાન...
09:35 PM Aug 24, 2024 IST | Dhruv Parmar
featuredImage featuredImage
  1. PM નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે
  2. સવારે 11:15 વાગ્યે PM જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે
  3. PM કાર્યક્રમ હેઠળ 11 લાખ નવી લખપતિ દીદીઓનું સન્માન કરશે

PM નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે મહારાષ્ટ્ર (Maharashtra) અને રાજસ્થાન (Rajasthan)ની મુલાકાત લેશે. સવારે 11:15 વાગ્યે PM જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. PIB ના જણાવ્યા અનુસાર, PM આ કાર્યક્રમ હેઠળ 11 લાખ નવી લખપતિ દીદીઓનું સન્માન કરશે અને તેમને પ્રમાણપત્ર આપશે. વધુમાં, PM રૂ. 2,500 કરોડનું રિવોલ્વિંગ ફંડ બહાર પાડશે, જેનો લાભ 4.3 લાખ સ્વ-સહાય જૂથો (SHGs) ના લગભગ 48 લાખ સભ્યોને થશે. તે રૂ. 5,000 કરોડની બેંક લોનનું પણ વિતરણ કરશે, જેનાથી 2.35 લાખ SHG ના 25.8 લાખ સભ્યોને ફાયદો થશે. આપને જણાવી દઈએ કે, લખપતિ દીદી યોજના હેઠળ અત્યાર સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે, અને સરકારે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

રાજસ્થાન હાઈકોર્ટમાં કાર્યક્રમ...

આ પછી, લગભગ 4:30 વાગ્યે, PM જોધપુરમાં રાજસ્થાન (Rajasthan) હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે PM રાજસ્થાન (Rajasthan) હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. આ સિવાય રાજસ્થાન (Rajasthan)ના CM ભજનલાલ શર્મા, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ પંકજ મિથલ, ઑગસ્ટિન જ્યોર્જ ક્રિસ્ટ, જસ્ટિસ સંદીપ મહેતા અને કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ હાજર રહેશે.

આ પણ વાંચો : New Pension Scheme : પેન્શન પર મોદી સરકારનો મોટો નિર્ણય, UPS ને મંજૂરી...

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા...

રાજસ્થાન (Rajasthan)માં PM મોદી ઉપરાંત રાજ્યના CM ભજનલાલ શર્મા પણ રવિવારે જોધપુરમાં હશે, જેને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકા આપવામાં આવી છે. પોલીસ પ્રશાસને PM અને CM ની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહેશે તેની ખાતરી કરી છે. ગુરુવારે, પોલીસ કમિશનરે જોધપુરમાં ઉડતા ડ્રોન અને અન્ય ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડ્રોન ઉડાડવા માટે પરવાનગી લેવી જરૂરી રહેશે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : 2000 પાનાની ચાર્જશીટ, 150 સાક્ષીઓ... રેપ કેસમાં Prajwal Revanna ની મુશ્કેલીઓ વધી...

Tags :
Gujarati NewsIndiaLakhpati DidiMaharashtraNationalpm modiPM Modi in MaharashtraPM MODI IN RAJASTHANRajasthanRajasthan High Court