PM Narendra Modi આજે કરશે Mann Ki Baat, આ મુદ્દે કરી શકે છે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાત કરશે. આજે 27 ઓગસ્ટ સવારે 11 કલાકે મન કી બાતના 104માં એપીસોડનું પ્રસારણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. તેમણે ટ્વીર કરી જણાવ્યું હતું કેસ પ્રેરક જીવ યાત્રાઓને ઉજાગર કરવામાં હંમેશા ખુશી થાય છે.
આ મુદ્દે કરી શકે છે ચર્ચા
આજે મન કી બાતમાં વડાપ્રધાન મોદી ભારતના ઐતિહાસિક ચંદ્ર મિશનનો ઉલ્લખ કરી શકે છે. ચંદ્રયાન-3 ના લેન્ડર મોડ્યૂલના 23 ઓગસ્ટના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનારો ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે.
103મો એપિસોડ
મન કી બાતનો 103મો એપિસોડ 30 જુલાઈના રોજ પ્રસારિત થયો હતો. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર મેરી માટી મેરા દેશ અભિયાનો ઉલ્લેખ કર્યો હતો. મન કી બાત સમાજના દરેક વર્ગને પ્રભાવિત કરે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સમગ્ર દેશમાંથી તે લોકોનો પણ ઉલ્લેખ કરે છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
મન કી બાત કાર્યક્રમ
જણાવી દઈએ કે, મન કી બાત કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ સિવાય ફ્રેન્ચ, ચાઈનિઝ, ઈન્ડોનેશિયાઈ, તિબ્બતી, બર્મી, બલૂચી, અરબી, પુશ્તૂ, ફારસી સહિત 11 વિદેશ ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ આકાશવાણીના 500થી વધારે કેન્દ્રો પરથી પ્રસારિત થાય છે.
આ પણ વાંચો : VIDEO : શરૂ ભાષણ વચ્ચે શખ્સ બેહોશ થયો, PM એ પોતાની મેડિકલ ટીમ મોકલી અપાવી સારવાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.