Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ટીકા કરી તો તિલક પણ કરીએ' PM મોદીએ ગુજરાતી કવિ Tushar Shukla ની કવિતા શેર કરી

બિપોરજોય વાવાઝોડામાં સરકારે ઝીરો કેઝ્યૂલિટીના લક્ષ્યાંક સાથે વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા આયોજન કર્યું હતુ અને સરકારના આયોજન પ્રમાણે જ એક પણ માનવ મૃત્યુ વિના આ આપત્તિ ટળી છે. સરકારના સુચારું આયોજનથી મોટી ઘાત ટળી સામાન્ય રીતે આપત્તિ વ્યવસ્થાપનમાં ચુક રહે...
 ટીકા કરી તો તિલક પણ કરીએ  pm મોદીએ ગુજરાતી કવિ tushar shukla ની કવિતા શેર કરી

બિપોરજોય વાવાઝોડામાં સરકારે ઝીરો કેઝ્યૂલિટીના લક્ષ્યાંક સાથે વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા આયોજન કર્યું હતુ અને સરકારના આયોજન પ્રમાણે જ એક પણ માનવ મૃત્યુ વિના આ આપત્તિ ટળી છે.

Advertisement

સરકારના સુચારું આયોજનથી મોટી ઘાત ટળી

સામાન્ય રીતે આપત્તિ વ્યવસ્થાપનમાં ચુક રહે ત્યારે સરકારની ટીકા થતા વાર નથી લાગતી પણ સાયક્લોન બિપોરજોયમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શનથી રાજ્ય સરકારના આયોજનથી મોટી ઘાત ટળી અને તેના લીધે સરકારની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

Advertisement

કવિ તુષાર શુક્લાએ લખી કવિતા

ગુજરાતી કવિ તુષાર શુક્લ દ્વારા સરકારના આપત્તિ વ્યવસ્થાપનને બિરદાવતી કવિતા 'ટીકા કરી તો તિલક પણ કરીએ' લખવામાં આવી હતી જેને ખુદ વડાપ્રધાને ટ્વીટ કરીને શેર કરી છે.

Advertisement

વડાપ્રધાને શેર કરી કવિતા

વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ફેસબુકની લીંક શેર કરી સાથે લખ્યું કે, આવા પ્રતિભાવો વાંચીને સંતોષની લાગણી અનુભવું છું. સુંદર અને સંવેદનાસભર અભિવ્યક્તિ..

તુષાર શક્લએ લખેલી કવિતામાં તેમણે સાયક્લોન બિપોરજોયનો સામનો કરવા સરકારે જે વ્યવસ્થા ઘડી અને ઝીરો કેઝ્યૂલિટિ સાથે વાવાઝોડાનો સામનો કર્યો તેની પ્રશંસા કરતો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે સરકારની ભુલમાં તેમની ટીકા કરતા લોકોને સરકારની સારી કામગીરીની સરાહના પણ કરવી જોઈએ તેવો આગ્રહ કર્યો હતો.

કવિ તુષાર શુક્લએ લખેલી કવિતા...

ટીકા કરી તો તિલક પણ કરીએ
વંદન ને અભિનંદન સહુને
પ્રણામ તમને સલામ કરીએ
ટીકા કરી તો તિલક પણ કરીએ
તમે ન અમને વાંચવા ઊભા
દલીલ દાખલા દેવા ઊભા
તમે કાર્યરત રહ્યા સતત ને
ઊભા તો ફરજના સ્થાને ઊભા
અમે ટેવવશ કડવું બોલી
ઘેર બેસીને WhatsApp કરીએ.
આજ ભૂલ એ કબૂલ કરીએ
ટીકા કરી તો તિલક પણ કરીએ
મંત્રી સંત્રી તંત્રી સહુને વંદન
સેવારત સહુને અભિનંદન
તંત્ર વિષેની ધારણા બદલી
રક્ષ્યાં છે ગુર્જરજનજીવન
હોય અસંભવ બને એ સંભવ
સંગાથે સંકલ્પ જો કરીએ
હરિ હરને વંદન પણ કરીએ
ટીકા કરી તો તિલક પણ કરીએ
- તુષાર શુક્લ

સરકારના આયોજનથી રાજ્ય પર મોટી આફત ટળી

ઝીરો કેઝ્યૂલિટી - સરકારનો લક્ષ્ય

ઉલ્લેખનીય છે કે, કચ્છના દરિયાકિનારે ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા રાજ્ય સરકારે ઝીરો કેઝ્યૂલિટીના લક્ષ્યાંક સાથે વ્યવસ્થા ગોઠવી હતી. સરકારના વિવિધ વિભાગોના સંકલન થકી આપત્તિનો સૌએ મળીને સામનો કર્યો.

વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે ગુજરાત પર આવી રહેલી આ આફતથી ચિંતિત હતા તેઓએ વ્યક્તિગત તેના પર નજર રાખી ગુજરાતને જરૂર પડ્યે દરેક મદદ પુરી પાડી હતી. તેમણે ગુજરાતના લોકોની સાથે-સાથે ગુજરાતના વન્ય જીવોની પણ ચિંતા કરી જરૂર પડ્યે મુખ્યમંત્રીશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવતા હતા.

કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ લોકોની વચ્ચે રહ્યાં

વાવાઝોડાને લઈને સ્ટેટ કંન્ટ્રોલ રૂમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યાં હતા. સમયનો બચાવ થાય અને મુખ્યમંત્રીશ્રી ઝડપથી અધિકારીઓ સાથે સંપર્ક કરી શકે તે માટે પહેલીવાર મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને હેમ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતુ. વાવાઝોડાની સ્થિતિમાં લોકોની વચ્ચે રહેવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : દિલધડક રેસ્ક્યૂ : મોડી રાત્રે NDRF ની ટીમ દ્વારા આલવાડાના વહેણમાં ફસાયેલા 7 લોકોને બચાવી લેવાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.