Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ગુજરાત ફર્સ્ટ' દ્વારા યોજાયું કવિ સંમેલન

'ગુજરાત ફર્સ્ટ' દ્વારા હોળી પર્વ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેના  ભાગરુપે એક કવિ સંમેલનનું આયોજન થયું હતું. કોરોના કાળ બાદ ફરી એક વાર જનજીવન સામાન્ય  બની રહ્યું છે. ગત અઢી વર્ષથી તહેવારોની જાહેર ઉજવણીઓ પર પ્રતિબંધ મુકાયા હતા. થોડા સમયથી કોરોનાએ વિદાય લીધી છે ત્યારે ચો તરફ ન્યુ નોર્મલનો માહોલ છે. તેમ છતાં તકેદારીના ભાગરુપે અમદાવાદ શહેરમાં હોળી ધૂળેટીની ઉજવણી
 ગુજરાત ફર્સ્ટ  દ્વારા યોજાયું કવિ સંમેલન
'ગુજરાત ફર્સ્ટ' દ્વારા હોળી પર્વ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેના  ભાગરુપે એક કવિ સંમેલનનું આયોજન થયું હતું. કોરોના કાળ બાદ ફરી એક વાર જનજીવન સામાન્ય  બની રહ્યું છે. ગત અઢી વર્ષથી તહેવારોની જાહેર ઉજવણીઓ પર પ્રતિબંધ મુકાયા હતા. થોડા સમયથી કોરોનાએ વિદાય લીધી છે ત્યારે ચો તરફ ન્યુ નોર્મલનો માહોલ છે. તેમ છતાં તકેદારીના ભાગરુપે અમદાવાદ શહેરમાં હોળી ધૂળેટીની ઉજવણી લોકો સ્વયંભૂ રીતે નિતી નિયમો સાથે  ઉજવણી કરવાના છે. 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા દર્શકોને વિશેષ મનોરંજન મળી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 
આવો માણીએ આ કાર્યક્રમમાં કવિઓની વિશેષ રચના 
આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કવિઓએ પોતાની રચનાઓનું વિશેષ પઠન કર્યું હતું.

ગુજરાતના કવિ જગતના જાણીતા કવિ  હરદ્વાર ગોસ્વામીએ પોતાની વિશેષ રચના રજૂ કરી હતી. 
નાચો, કૂદો, ઝુમો દોડો ખેલી નાંખો હોળી,
મેઘધનુષ્યને રંગી નાંખો, દિલના રંગો બોળી
સતનો જયજયકાર થયો છે આજ દિવસેને રાતે
આજ દિવસે સાચે સાચા રંગો ખિલતા સાતે 
એ જ રીતે કવિ રમેશ ચૌહાણે પણ પોતાની રચના પ્રસ્તુત કરી હતી
છો  બહુ બળવાન તો મારુ 
દફતર લે ઉઠાવ
જોગીરા સરરરર..જોગીરા સરરર..
આખો દાડો પાપ કરેને 
રાતે એમા તરે
જોગીરા સરર..જોગીરા સરરર...
 
એજ રીતે કવિ વ્રજેશ મિસ્ત્રીએ પણ પોતાની રચના પ્રસ્તુત કરી હતી. 
એ બધી રાત કયાં ગઇ, દિવસ કયાં ગયા ?
બોલ! કયાં ગઇ ક્ષણો ને વરસ કયાં ગયા ?
 
જે મને જીવતો રાખતા'તા  સદા
કયાં ગયા ! એ બધા રંગ રસ કયાં કયા ?

કવિ મહિપતસિંહ ચૌહાણે પણ પોતાની રચના પ્રસ્તુત કરી હતી
છેવટે વળ પાઘડીનો છેડે છોડયો
ના મે છોડયો કે અહમ ના એણે છોડયો 
છે ભરોસો એટલો એના ઉપર કે
જે નથી એના જ માટે છેને છોડયો
 
કવિ વનરાજસિંહ સોલંકી 'અંગત'એ પણ પોતાની રચના પ્રસ્તુત કરી હતી.
હસતા રહ્યા સઘળાં ફકત જે વ્યંગ પર;
રોઈ રહ્યા છે એ બધા વિધ્વંસ પર.
મુશ્કેલ ચાહત છે ઘણી એ રંગની,
ચડતાં નથી રંગો બીજા જે રંગ પર.
કવિ જિગર ઠકકર 'ગઝલનાથ'એ પણ પોતાની રચના પ્રસ્તુત કરી હતી 
શ્વાસ છે, ધબકાર છે પણ તું નથી તો કંઇ નથી
શબ્દમાં શણગાર છે પણ તું નથી તો કંઇ નથી
આ જગતને એકલો પડકારું એમા ના નથી
આશિકી લલકાર છે પણ તું નથી તો કંઇ નથી
કવિ ભાર્ગવ ઠાકરે પણ પોતાની રચના રજૂ કરી હતી
આવ્યો જ્યાં ફાગણ ને જાણેકે મ્હોર્યો આ કેસુડો મારે રે અંગ.
મને એવો તે લાગ્યો છે તારો રે રંગ.
તારા એ ટેરવાનો સ્પર્શ મારા ગાલ પર જાણે ગુલાલ કેરી લાલી,
મોરપિચ્છ કાન મહી ફરકે છે જયારે તું બોલે કે તું જ મારી વ્હાલી.
લખ આ ચોર્યાસી હવે તારી રે સંગ.
મને એવો તે લાગ્યો છે તારો રે રંગ.
જયારે કવિ મહેશ શાહે વન લાઇનર રજૂ કર્યા હતા
રસીકરણ કરાવ્યા પછી રંગ લાગે એને રંગ રસીયા ના કહેવાય...
હોળીનું થીમ સોંગ છે, રંગાઇ જાને તું રંગમાં
આજ હોલી હે એવું લખો કે પૂછો તો મૂરખ લાગે
હોળીની રમત સાથે સુસંગત શબ્દોમાં છેલ્લે ળી કે લી આવે છે.
કાર્યક્રમનું સંચાલન હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું. કવિ સંમેલનમાં ઉપસ્થિત કવિઓએ 
તેમની કવિતાઓનું પઠન કરી દર્શકોને હોળીની શુભકામના આપી હતી. 
'ગુજરાત ફર્સ્ટ' પરિવાર તરફથી આપ સહુને હોળીની શુભકામના 
Advertisement
Tags :
Advertisement

.