Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI પહોંચ્યા બાલાસોર, જુઓ વિડીયો

બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડીના અકસ્માતને કારણે  દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. આ અકસ્માતમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા...
pm modi પહોંચ્યા બાલાસોર  જુઓ વિડીયો
બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડીના અકસ્માતને કારણે  દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. આ અકસ્માતમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે 2 જૂન 2023 ના રોજ બાલાસોર જિલ્લાના બહનાગા ખાતે ટ્રેન દુર્ઘટનાના પગલે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના બાલાસોર પહોંચી ગયા છે. હાલ તે ઘટના અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તે ઘાયલો સાથે પણ વાતચીત કરશે.
બીજી તરફ રેલવે પ્રવક્તાએ કહ્યું કે, બચાવ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને હાલ  પુનઃસ્થાપન કાર્ય ચાલુ છે

Advertisement

Tags :
Advertisement

.