Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી

વિરોધીઓ પર PM નરેન્દ્ર મોદી ગર્જાયા!  નફરતની રાજનીતિ કરનારાઓ પર આકરા પ્રહાર સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM PM Modi in Gujarat : ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અમદાવાદનાં GMDC...
pm modi in gujarat   સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે   pm મોદી
  1. વિરોધીઓ પર PM નરેન્દ્ર મોદી ગર્જાયા! 
  2. નફરતની રાજનીતિ કરનારાઓ પર આકરા પ્રહાર
  3. સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM

PM Modi in Gujarat : ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડ ખાતે એક ખાસ કાર્યક્રમાં હાજરી આપી હતી અને રાજ્યને રૂ. 8 હજાર કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. દરમિયાન, પીએમ મોદીએ જનમેદનીને સંબોધી હતી અને દેશમાં નફરતની રાજનીતિ કરનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવી... : PM મોદી

Advertisement

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પાછી લાવવાની વાત કરે છે : PM મોદી

અમદાવાદનાં (Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંદાજે 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને સંબોધતા (PM Modi in Gujarat) વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કેટલાક સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે. જ્યાં એક તરફ દેશવાસીઓ ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા માગે છે. પોતાનાં દેશ અને સામર્થ્યને આગળ વધારવામાં લાગ્યા છે. ત્યાં બીજી તરફ નેગેટિવિટીથી ભરેલા લોકો આની વિપરિત કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, તે લોકો દેશની એકતા પર પ્રહાર કરી રહ્યા છે. સરદાર પટેલે (Sardar Patel) 500 થી વધુ રજવાડા ભેગા કરી દેશને એક કર્યો હતો. પરંતુ, સત્તાનાં ભૂખ્યા આ સ્વાર્થી લોકો ભારતનાં ટુકડા કરવા માગે છે. જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu and Kashmir) કલમ 370 (Article 370) પાછી લાવવાની વાત કરે છે.

આ પણ વાંચો - Rajkot : વક્ફ બોર્ડ માત્ર ભારતમાં જ, કોંગ્રેસે આપ્યા હતા અધિકાર : રાજા ભૈયા

Advertisement

'છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવવામાં આવી'

પીએમ મોદીએ (PM Modi in Gujarat) કહ્યું કે, મેં કહ્યું હતું કે, ત્રીજા ટર્મનાં પહેલા 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. છેલ્લા 100 દિવસમાં મેં રાત-દિવસમાં જોયા નહીં અને 100 દિવસનાં અજેન્ડાને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી. દેશ હોય કે વિદેશ જે પણ પ્રયાસ કરવાનાં હતા તે કર્યા. પીએમએ કહ્યું કે, છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ. મારી મજાક ઉડાવવામાં આવી. અનેક તર્ક-વિતર્ક થયા. લોકો પણ હેરાન હતા કે મોદી કેમ ચુપ છે ? પીએમ મોદીએ કહ્યું કે, હું સરદાર પટેલની ભૂમિથી જન્મેલો દીકરો છું. મેં નક્કી કર્યુ હતું કે હું કોઈને પણ જવાબ નહીં આપુ. દરેક મજાક સહન કરીને એક લક્ષ્ય સાથે 100 દિવસ સુધી દેશહિત માટે નીતિ અને નિર્ણય લેવા માટે જ કામ કર્યું.

આ પણ વાંચો - Dahod : મંદિરમાં ચોરી કરી ગાઢ જંગલમાં છુપાયો ચોર, 'ગજબની ટ્રીક' થી પોલીસે દબોચ્યો, જુઓ અદભુત Video

Tags :
Advertisement

.