Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વૈદિક મંત્રોચ્ચાર સાથે PM MODIને સેંગોલ સોંપાયું

નવી સંસદના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી શનિવારે પીએમના આવાસ પર તમિલનાડુના અધિનમને મળ્યા હતા. આ દરમિયાન શૈવ મઠના મહંત દ્વારા પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું હતું. અધિનમે વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા સ્થાનાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સોંપ્યો. આ પરંપરા દરમિયાન 21...
વૈદિક મંત્રોચ્ચાર સાથે pm modiને સેંગોલ સોંપાયું
નવી સંસદના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી શનિવારે પીએમના આવાસ પર તમિલનાડુના અધિનમને મળ્યા હતા. આ દરમિયાન શૈવ મઠના મહંત દ્વારા પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું હતું. અધિનમે વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા સ્થાનાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સોંપ્યો. આ પરંપરા દરમિયાન 21 અધિનમ હાજર રહ્યા હતા. આ પહેલા પીએમ મોદીને સુવર્ણ અંગવસ્ત્રમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ અધાનમથી સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ આ પ્રસંગે હાજર હતા.
આવતીકાલે યોજાનાર ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ આ મહંત ભાગ લેશે. આ બેઠક દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી પણ હાજર હતા.  લોકસભા સ્પીકરની ખુરશી પાસે નવા સંસદ ભવનમાં આવતીકાલે સેંગોલ સ્થાપિત કરવામાં આવશે.

Advertisement

ઉદઘાટન કાર્યક્રમની શરૂઆત હવન અને પૂજાથી થશે
જણાવી દઈએ કે નવા સંસદ ભવનનું ઉદઘાટન 28 મે, રવિવારે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. પરંતુ ઉદ્ઘાટન પહેલા રવિવારે સવારે વિવિધ ધર્મોના હવન અને પ્રાર્થના થશે. આ સાથે જ ઉદ્ઘાટન કાર્યક્રમની વિધિવત શરૂઆત થશે. આ કાર્યક્રમ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 7 વાગે સંસદ સંકુલમાં નવી ઇમારતની બહાર હવન યોજાશે
મુખ્ય કાર્યક્રમ 28 મેના રોજ બપોરે શરૂ થશે
વડાપ્રધાન, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, રાજ્યસભાના ઉપસભાપતિની હાજરીમાં રવિવારે બપોરે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટનનું મુખ્ય કાર્ય શરૂ થવાની સંભાવના છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ લોકસભા અધ્યક્ષ શિવરાજ પાટીલ, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. પરંતુ ઘણા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે, જ્યારે રવિવારના કાર્યક્રમમાં 18 NDA ઘટક અને સાત બિન-NDA પક્ષો સહિત 25 પક્ષો ભાગ લેશે.
Tags :
Advertisement

.