Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી પહોંચ્યા G7 Summit, જ્યોર્જિયા મેલોનીએ હાથ જોડીને કર્યું સ્વાગત

G7 સમિટ (G7 summit) નું આયોજન ઈટાલીના અપુલિયામાં થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની (Italian PM Giorgia Meloni) થોડા સમય પહેલા અપુલિયામાં મળ્યા હતા. આ બેઠક ખૂબ જ ખાસ હતી. આ વખતે...
07:07 PM Jun 14, 2024 IST | Hardik Shah
PM Modi meets Giorgia Meloni

G7 સમિટ (G7 summit) નું આયોજન ઈટાલીના અપુલિયામાં થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની (Italian PM Giorgia Meloni) થોડા સમય પહેલા અપુલિયામાં મળ્યા હતા. આ બેઠક ખૂબ જ ખાસ હતી. આ વખતે PM મોદીએ ભારતની સાંસ્કૃતિક પરંપરા મુજબ જ્યોર્જિયા મેલોનીનું હાથ જોડીને નમસ્તે કર્યું. આ પછી ઈટાલીના PM એ પણ આવી જ રીતે વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. રેકોર્ડ ત્રીજી વખત PM બન્યા બાદ મેલોની અને મોદીની આ પહેલી મુલાકાત છે. બંને નેતાઓ G7ની સાથે સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરવાના છે.

PM મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા

G7 સમિટમા ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન મોદી ઈટલી પહોંચી ગયા છે. જણાવી દઈએ કે જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર PM મોદી ઈટાલીમાં ચાલી રહેલી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવ્યા છે. G7 બેઠકમાં ભાગ લીધા પછી, PM મોદી કોન્ફરન્સની બાજુમાં ઇટાલિયન વડા પ્રધાન મેલોની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ભારત છોડતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, "PM મેલોનીની ગયા વર્ષે ભારતની બે મુલાકાતોએ અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિને ગતિ અને ઊંડાણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહકારને મજબૂત કરવા અને વધારવા માટે પ્રતિબદ્ધ હતા." ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી અહીં વૈશ્વિક નેતાઓ સાથે વ્યાપક મુદ્દાઓ પર સતત દ્વિપક્ષીય વાતચીત કરી રહ્યા છે. થોડા સમય પહેલા, વડા પ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી અને સંરક્ષણ, પરમાણુ અને અવકાશ ક્ષેત્રો સહિત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. દક્ષિણ ઈટાલિયન શહેર બારીમાં G7 સમિટ દરમિયાન બંને નેતાઓની મુલાકાત થઈ હતી.

ભારત અને ઈટાલી વચ્ચે મજબૂત સંબંધો

ભારત અને ઈટાલી બંને લોકશાહી દેશો છે અને ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. બંને દેશો કાયદાના શાસન, માનવાધિકારોના આદર અને સર્વસમાવેશક વૃદ્ધિ દ્વારા આર્થિક વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશોએ ગયા વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી પણ કરી હતી. PM નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2021માં G20 સમિટ માટે ઈટાલીની મુલાકાત લીધી હતી. ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની માર્ચ 2023માં રાજ્યની મુલાકાતે ભારત આવ્યા હતા. મેલોની G20 સમિટ માટે ભારત પણ આવી હતી.

ભારત અને ઈટાલી આ ક્ષેત્રોમાં સહયોગ કરે છે

ભારત અને ઈટાલી સંરક્ષણ, ઉર્જા અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના અનેક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરે છે. PM મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પણ 'વ્યૂહાત્મક ભાગીદારી'ના સ્તરે ઉન્નત થઈ શકે છે. અગાઉ, 2023માં G20 સંબંધિત બેઠકો માટે ઘણા ઇટાલિયન પ્રધાનોએ ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, નાણા, કૃષિ, શિક્ષણ અને સંસ્કૃતિ જેવા વિષયો પર વાતચીત થઈ હતી. ઇટાલિયન સેનેટ અને ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સ્પીકર અને પ્રેસિડેન્ટ પણ ગયા વર્ષે G20 મીટિંગમાં સામેલ થયા હતા.

આ પણ વાંચો - PM મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચ્યા, એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું…

આ પણ વાંચો - ઈટલીમાં પણ ભારતનું કલ્ચર, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા

Tags :
bilateral talksG7G7 SummitG7 Summit ItalyGEORGIA MELONIGeorgia Meloni newsGeorgia Meloni videoGiorgia MeloniGiorgia MelonyGujarat FirstItalian Prime Minister Georgia MeloniModi and Meloni MeetModi Georgia Meloni meetingNarendra Modipm modiPM Modi met Georgia Melonipm narendra modi
Next Article