અંપાયર સાથે ખેલાડીએ કરી બોલાચાલી, 15 મિનિટ સુધી બંન્ને વચ્ચે બબાલ, BCCI એ લગાવ્યો પ્રતિબંધ
- અંકિત બાવનેએ મેચના અંપાયર સાથે કરી હતી દલીલ
- અંપાયરના નિર્ણય સાથે તેઓ અસંમત હોવાથી કરી દલિલ
- શુભમ રોહિલ્લાએ સ્લિપમાં બાવનેને કેચ આઉટ કર્યો હતો
અમદાવાદ : મહારાષ્ટ્રના બેટ્સમેન અંકિત બાવનેની અસંમતી માટે એક મેચ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી. બીસીસીઆઇએ આ જાહેરાત રણજી ટ્રોફી 2024-25 સીઝનનાં છઠ્ઠા દોર પહેલાની છે.
મહારાષ્ટ્રીયન ખેલાડી છે અંકિત બાવને
મહારાષ્ટ્રના બેટ્સમેન અંકિતમ બાવનેને અસંમતી માટે એક મેચ માટે પ્રતિબંધ મુકી દીધો છે. બીસીસીઆઇએ આ જાહેરાત રણજી ટ્રોફી 2024-25 સીઝનના છઠ્ઠા દોર પહેલા કરી જ્યાં મહરાષ્ટ્રનો સામનો નાસિકના ગોલ્ફ ક્લબ ગ્રાઉન્ડમાં બરોડા સામે થયો. આ ઘટના ગત્ત વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રના ગ્રુપ એ મેચ દરમિયાન એમસીએ મેદાનમાં થઇ હતી. જે વ્હાઇટ બોલ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા સર્વિસની વિરુદ્ધ હતો.
આ પણ વાંચો : 76th Republic Day : દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ 'ભાતીગળ રાસ' રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધારશે
શુભમ રોહિલ્લાએ સ્લિપમાં બાવનેને કેચ આઉટ કર્યો હતો
અમિત શુક્લાના બોલમાં સર્વિસિઝના શુભમ રોહિલ્લાએ સ્લિપમાં બાવનેને કેચ આઉટ કર્યા હતા, જો કે અંપાયના નિર્ણયથી તેઓ નાખુશ હતા કારણ કે તેમને લાગ્યું કે, આ આઉટ નહોતો. તેમણે આશરે 15 મિનિટ સુધી મેદાન છોડવાનો ઇન્કાર કરી દીધો હતો. કારણ કે ડીઆરએસની અનુપલબ્ધતાને કારણે નિર્ણયને પડકારી શકાય નહીં. મેચ રેફરી અમિત શર્મા અને મહારાષ્ટ્રના કોચ સુલક્ષણ કુલકર્ણી હસ્તક્ષેપ બાદ મેચ ફરીથી શરૂ થઇ.
મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘે આપી માહિતી
એમસીએએ ગુરૂવારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ અધિકારીક રીતે માહિતગાર કરવામાં આવે છે કે, અમારા રણજી ટ્રોફી ખેલાડી અંકિત બાવને હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા લગાવાયેલી એક મેચનો પ્રતિબંધ સહન કરી રહ્યો છે.
આ પણ વાંચો : Share Market લાલ નિશાનમાં બંધ,સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો
વડોદરા વિરુદ્ધની મેચ નહી રમી શકે
આગળ લખ્યું કે, પરિણામ સ્વરૂપ અંકિત બાવને વડોદરાની વિરુદ્ધ ચાલી રહેલી રણજી ટ્રોફી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નથી. જો કે તે પૃષ્ટિ કરતા ખુશી થઇ રહી છે કે અમે આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે અને મહારાષ્ટ્રની ટીમની સફળતામાં યોગદાન ચાલુ રહેશે. અમે બીસીસીઆઇના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને ક્રિકેટની રમતમાં અનુશાસન અને રમતની ભાવનાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. ટીમ હાલની રમતમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા અંગે સંપુર્ણ કેન્દ્રીત છે અને અમે આગામી મેચોમાં અંકિતની ભાગીદારીની ભાગીદારીની રાહ જોઇ રહ્યા છીએ.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે 'મેક ઇન અમેરિકા' ની કરી જાહેરાત, શું ભારતને થશે અસર ?