પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા સસ્પેન્ડ
- પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા સસ્પેન્ડ કરાયા
- જેન્તીભાઇ સરધાર પર પીઆઇ સંજય પાદરીયાએ કર્યો હતો હુમલો.
- મારામારી બાદ સંજય પાદરીયા સામે નોંધાઈ છે ફરિયાદ
- PI સંદીપ પાદરીયાને પોલીસ વિભાગે કર્યા સસ્પેન્ડ
PI Sanjay Padaria suspend: પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા (PI Sanjay Padaria suspend)ને સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનિય છે કે જેન્તીભાઇ સરધાર પર પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કર્યો હતો. મારામારી બાદ સંજય પાદરીયા સામે ફરિયાદ નોંધાઈ છે. PI સંદીપ પાદરીયાને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે.
હજી સુધી પીઆઇની ધરપકડ થઇ નથી
Rajkotના પાટીદાર અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતી કરશનભાઇ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવા બાબતે જૂનાગઢ પીઆઇ સંદિપ પાદરીયા (PI Sanjay Padaria)એ રસ્તા વચ્ચે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર પીઆઇ હજુ સુધી પકડાયા નથી અને પોલીસ તેમને પકડવા માટે ધમપછાડા કરી રહી છે. પોલીસે પીઆઇ પાદરીયાને પકડવા માટે રાજકોટ અને જૂનાગઢમાં તપાસ શરુ કરી છે. પોલીસની કાર્યવાહી જોતાં પીઆઇ પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. જો કે આ મામલે પીઆઇ સંદિપ પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. હજી સુધી પીઆઇની ધરપકડ થઇ નથી.
CCTV ફૂટેજમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે
રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલા મામલે નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે. જો કે, આ CCTV ફૂટેજ સામે આવતા સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો----PI પાદરીયાને પકડવા માટે પોલીસના ધમપછાડા
PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા
બીજી તરફ આ કેસમાં પીઆઇને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે. PI પાદરીયાને પકડવા તાલુકા પોલીસે વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. પોલીસે રાજકોટ અને જૂનાગઢમાં ધામા નાખ્યા છે અને હથિયારને લઇને પણ પોલીસની તપાસ શરુ થઇ છે. પોલીસે CCTV ફૂટેજ કબ્જે લઇ FSLમાં મોકલ્યા છે તો બીજી તરફ PI પાદરીયા સિક લિવ પર ઉતરી ગયા હોવાનું ખુલ્યું છે
જયંતી પટેલે નરેશ પટેલ પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયંતી સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, નરેશ પટેલના ઇશારે જ આ પીઆઇ પાદરીયાએ મારી હત્યાના ઇરાદે હુમલો કર્યો હતો. બીજી તરફ ખોડલ ધામે જણાવ્યું કે, આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ ખોટી રીતે જોડાઇ રહ્યું છે. તેઓનો આ સમગ્ર ઘટનામાં કોઇ જ હાથ નથી. તેઓ પોતે જ વિદેશ પ્રવાસે છે.તેમને આ ઘટનાની માહિતી મળતા તેમને દુખ પણ થયું છે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઇ જ વિવાદ નથી. બંન્ને પાટીદારોની જ સંસ્થાઓ છે અને પાટીદારોના ઉત્થાન માટે કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો---Rajkot : પાટીદાર અગ્રણી પર હુમલા મામલે નવા CCTV ફૂટેજ સામે આવતા ઊભા થયાં અનેક સવાલ!