Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના ધારાસભ્યનો ભગો, શિવાજીનો ફોટો અને મહારાણા પ્રતાપ જયંતિની શુભેચ્છા આપી

ગુજરાતીમાં કહેવત છે આંધળે બહેરૂ કુટે, અને એવો જ સ્થિતિ ભાજપના ધારાસભ્યની થઈ છે. ભાજપના ધારાસભ્યએ મહારાણા પ્રતાપની જન્મજયંતીની શુભેચ્છા આપતી પોસ્ટમાં શિવાજીનો ફોટો મુકી દીધો છે. ભાજપના મોરવા હડફના ધારાસભ્ય નિમિશાબેન સુથારે મહારાણા પ્રતાપની જન્મજયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ પોતાના...
ભાજપના ધારાસભ્યનો ભગો  શિવાજીનો ફોટો અને મહારાણા પ્રતાપ જયંતિની શુભેચ્છા આપી

ગુજરાતીમાં કહેવત છે આંધળે બહેરૂ કુટે, અને એવો જ સ્થિતિ ભાજપના ધારાસભ્યની થઈ છે. ભાજપના ધારાસભ્યએ મહારાણા પ્રતાપની જન્મજયંતીની શુભેચ્છા આપતી પોસ્ટમાં શિવાજીનો ફોટો મુકી દીધો છે.

Advertisement

ભાજપના મોરવા હડફના ધારાસભ્ય નિમિશાબેન સુથારે મહારાણા પ્રતાપની જન્મજયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી પરંતુ ભાજપના ધારાસભ્યએ ફોટોમાં મહારાણા પ્રતાપના સ્થાને શિવાજીનો ફોટો શેર કરી દીધો ત્યારે સવાલ થાય કે શું તેમને કે તેમની ટીમને શિવાજી અને મહારાણા પ્રતાપ કોણ છે તે ખબર નહી હોય?

Advertisement

નિમિશાબેને શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, માતૃભૂમિની અસ્મિતાને અક્ષુણ્ણ રાખવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાકા અજર અમરતાના ગૌરવ અને માનવતાના વિજય સૂર્ય, હિન્દુ હૃદય સમ્રાટ અને અપરાજેય યોદ્ધા મહારાણા પ્રતાપની જયંતી પર તેમને હૃદયપૂર્વક નમન.

Advertisement

નિમિષાબેન સુથારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં એક યૂઝરે કમેન્ટ કરી કે, મહારાણા પ્રતાપ અને શિવાજીમાં ફરક છે બેન તમે ફોટો શિવાજીનો મુક્યો છે.

આ પણ વાંચો : આ કારણે વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે MAHARANA PRATAP JAYANTI

Tags :
Advertisement

.