ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Island : સેન્ટ માર્ટિન દ્વીપ શું છે જેનાથી વડાપ્રધાનને ભાગવું પડ્યું...?

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર લગાવેલા આરોપો બાદ રમાવો સેન્ટ માર્ટિન દ્વીપ કેમ મહત્વપૂર્ણ છે તે વિશે લોકોમાં ઉત્કંઠા સેન્ટ માર્ટિન દ્વીપ પર અમેરિકાની નજર Island : સેન્ટ માર્ટિન દ્વીપ (Island) ને લઈને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ...
08:21 AM Aug 12, 2024 IST | Vipul Pandya
St. Martin Island pc google

Island : સેન્ટ માર્ટિન દ્વીપ (Island) ને લઈને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર લગાવેલા આરોપો બાદ સમુદ્રથી ઘેરાયેલી માત્ર 3 કિલોમીટરની જમીન દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો જાણવા માંગે છે કે આ નાનકડો ટાપુ શા માટે આટલો મહત્વપૂર્ણ છે, તેને અમેરિકા જેવા શક્તિશાળી દેશને આપવાના ઇનકારથી બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ થઈ અને વડાપ્રધાનને દેશ છોડીને જવુ પડ્યું

મહત્વપૂર્ણ જળમાર્ગ

સેન્ટ માર્ટિન ટાપુ સુધી વિશ્વના કોઈપણ દરિયાઈ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી, આ ટાપુ પરથી બંગાળની ખાડી અને આસપાસના સમગ્ર સમુદ્રી વિસ્તાર પર સરળતાથી નજર રાખી શકાય છે. બંગાળની ખાડી દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે પુલનું કામ કરે છે. આ પ્રદેશ વેપાર માર્ગો દ્વારા વિશ્વભરના દેશો સાથે જોડાણ સ્થાપિત કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

આ પણ વાંચો---મ્યાનમારથી બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમો પર Drone Attack, લગભગ 200 લોકોના મોત...

શક્તિ સંતુલનનું કેન્દ્ર

સેન્ટ માર્ટિન ટાપુ એ બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલો નાનો ટાપુ છે. એશિયાઈ મહાદ્વીપમાં અચાનક યુદ્ધની સ્થિતિમાં આ વિસ્તાર સાથે સંપર્ક સ્થાપિત કરવાનું સરળ બનશે. આ ટાપુ ભારત અને ચીનની ખૂબ નજીક પણ છે. અમેરિકા આ ​​દ્વીપ દ્વારા ભારત અને ચીન જેવી બે મોટી આર્થિક શક્તિઓ પર નજર રાખી શકશે. આ સમગ્ર વિસ્તારમાં વેપારને પણ નિયંત્રિત કરી શકશે. તે ચીનની વિસ્તરણવાદી નીતિને પણ અહીંથી રોકી શકશે.

- અમેરિકા આ ​​ટાપુ પર એરબેઝ બનાવવા માંગે છે, જેનાથી તે બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે.

- જૈવવિવિધતા, પર્યાવરણ, પ્રવાસન સહિત અનેક કારણોસર આ ટાપુ મહત્વપૂર્ણ છે.

સેન્ટ માર્ટિન આઇલેન્ડનો ઇતિહાસ

સેન્ટ માર્ટિન ટાપુ એ બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલો નાનો ટાપુ છે. તે કોક્સ બજાર-ટેકનાફ દ્વીપકલ્પની ટોચની દક્ષિણે આશરે 9 કિમી દૂર છે. આ બાંગ્લાદેશનો છેલ્લો દક્ષિણ છેડો છે. હજારો વર્ષો પહેલા, આ ટાપુ ટેકનાફ દ્વીપકલ્પનો ભાગ હતો. ટેકનાફ દ્વીપકલ્પનો ભાગ ડૂબી જવાને કારણે, તેનો દક્ષિણનો ભાગ બાંગ્લાદેશની મુખ્ય ભૂમિથી અલગ થઈ ગયો અને એક ટાપુ બની ગયો.

સ્થાનિક લોકો આ આઈલેન્ડને બંગાળી ભાષામાં 'નારિકેલ જિંજીરા' કહે છે

આ ટાપુને 18મી સદીમાં આરબ વેપારીઓએ પ્રથમ વખત વસાવ્યો હતો. તેણે તેનું નામ 'જઝીરા' રાખ્યું. બ્રિટિશ શાસન દરમિયાન, આ ટાપુનું નામ ચટગાંવના તત્કાલિન ડેપ્યુટી કમિશનરના નામ પરથી સેન્ટ માર્ટિન્સ આઈલેન્ડ રાખવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો આ આઈલેન્ડને બંગાળી ભાષામાં 'નારિકેલ જિંજીરા' કહે છે, જેનો અંગ્રેજીમાં અર્થ 'કોકોનટ આઈલેન્ડ' થાય છે. બાંગ્લાદેશનું આ એકમાત્ર કોરલ આઇલેન્ડ (મુંગા આઇલેન્ડ) છે.

શેખ હસીનાએ શું કહ્યું?

રવિવારે પ્રકાશિત પત્રમાં, હસીનાએ યુએસ પર આરોપ મૂક્યો હતો કે તેમણે સેન્ટ માર્ટિનના વ્યૂહાત્મક ટાપુ પર સાર્વભૌમત્વ છોડવાનો ઇનકાર કર્યા પછી તેમને હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. 'ધ ઈકોનોમિક ટાઈમ્સ' દ્વારા મેળવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'જો મેં સેન્ટ માર્ટીન ટાપુની સાર્વભૌમત્વને સમર્પણ કરી દીધું હોત અને અમેરિકાને બંગાળની ખાડી પર પ્રભુત્વ જમાવ્યું હોત તો હું સત્તામાં રહી શકી હોત.'

શેખ હસીનાના પુત્રનો રદીયો

જો કે શેખ હસીનાના પુત્ર સાજીદ વાઝેદેએ ટ્વીટ કરીને કહ્યું છે કે અખબારમાં મારી માતાના નામે જે નિવેદન પબ્લીશ થયું છે તે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે કહ્યું કે મે કન્ફર્મ કર્યું છે કે તેમણે ઢાકા છોડતી વખતે કે ત્યાં હતા ત્યારે આવું કોઇ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

આ પણ વાંચો----Bangladesh : હિન્દુઓ પર હુમલાના વિરોધમાં અમેરિકામાં આક્રોશ, વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શન...

Tags :
AllegationsAmericaformer Bangladesh Prime Minister Sheikh HasinaInternationalIslandPeople's curiositySheikh HasinaSt. Martin Islandworld
Next Article