Rajasthan : દૌસામાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા પોલીસ કર્મી સામે લોકોનો ભારે રોષ
માનવતાને શરમાવે તેવી ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. અહીં રાજસ્થાન પોલીસમાં તૈનાત એક સબ-ઇન્સ્પેક્ટરે ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના રાજસ્થાનના દૌસામાં બની હતી.ઘટના અંગે પોલીસે જણાવ્યું કે આ ઘટના લાલસોટ વિસ્તારમાં બની હતી. તપાસમાં સામે આવ્યું છે કે ભૂપેન્દ્ર સિંહ તરીકે ઓળખાતા આરોપી સબ-ઇન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને બપોરના સમયે તેના રૂમમાં લલચાવી હતી અને બાદમાં તેની પર દુષ્કર્મ કર્યું હતું. આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપી ચૂંટણી ફરજ પર હતો
પોલીસે કહ્યું કે નજીકમાં રહેતા એક પરિવારની ફરિયાદના આધારે રાહુવાસ પોલીસ સ્ટેશનમાં ભૂપેન્દ્ર નામના એસઆઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના પરિવારે આરોપી સબ ઈન્સ્પેક્ટર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. સગીરાની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવને અંજામ આપ્યો ત્યારે આરોપી ચૂંટણી ફરજ પર હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે.
लालसोट में 7 साल की दलित बच्ची के साथ पुलिसकर्मी द्वारा दुष्कर्म की घटना से लोगों में भारी आक्रोश है। मासूम को न्याय दिलाने के लिए मौके पर पहुंच गया हूं। अशोक गहलोत सरकार के नाकारापन से निरंकुश हुई पुलिस चुनाव जैसे संवेदनशील मौके पर भी ज्यादती करने से बाज नहीं आ रही। pic.twitter.com/xnIB13eyWi
— Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) November 10, 2023
ગ્રામજનોએ આરોપી સબ ઈન્સ્પેક્ટરને પણ માર માર્યો
દરમિયાન, દૌસાના એસપી વંદિતા રાણાએ જણાવ્યું હતું કે બાળકીની ચોક્કસ ઉંમર તબીબી તપાસ પછી અને પીડિતાના પરિવારના સભ્યોના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બાળકીની અંદાજિત ઉંમર ચારથી પાંચ વર્ષની આસપાસ છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં રાહુવાસ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસ સ્ટેશનની બહાર જોરદાર દેખાવો કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વિરોધ કરી રહેલા ગ્રામજનોએ આરોપી સબ ઈન્સ્પેક્ટરને પણ માર માર્યો હતો.
સાંસદ કિરોડી લાલ મીણા પહોંચ્યા
ઘટનાસ્થળે ગયેલા બીજેપી સાંસદ કિરોડી લાલ મીણાએ કહ્યું કે લાલસોટમાં સાત વર્ષની દલિત બાળકી પર પોલીસકર્મી દ્વારા દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં ઘણો ગુસ્સો છે. હું ઘટનાસ્થળે પહોંચી ગયો છું. માસૂમ બાળકીને ન્યાયની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અશોક ગેહલોત સરકારની અસમર્થતાના કારણે નિરંકુશ બની ગયેલી પોલીસ ચૂંટણી જેવા સંવેદનશીલ પ્રસંગે પણ અત્યાચાર આચરવામાંથી બચતી નથી.
આ પણ વાંચો---BIG NEWS : રાજ્યના જેલ કર્મીઓને રાજ્ય સરકારે આપી દિવાળી ગિફ્ટ…!