Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2 હજારની નોટોનો નિકાલ કરવા રાજકોટમાં લોકો પેટ્રોલ પંપો તરફ દોડ્યા..!

મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કર્યું છે. 2 હજારની નોટ બંધ થવાના સમાચાર પ્રસરતાં જ રાજકોટમાં લોકો 2 હજારની નોટ લઇને પેટ્રોલ પંપો...
11:18 AM May 20, 2023 IST | Vipul Pandya
મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કર્યું છે. 2 હજારની નોટ બંધ થવાના સમાચાર પ્રસરતાં જ રાજકોટમાં લોકો 2 હજારની નોટ લઇને પેટ્રોલ પંપો પર દોડ્યા હતા અને 2 હજારની નોટ આપીને પેટ્રોલ પુરાવી નોટ પધરાવી દીધી હોવાનો સંતોષ માન્યો હતો.
લોકો પેટ્રોલ પંપો તરફ દોડ્યા હતા. 
RBI દ્વારા બેન્કોને 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 ની નોટો બદલવાની આપી સુચના. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. RBIએ જાણકારી આપી છે કે, જનતા કોઈપણ બેન્કની બ્રાન્ચમાં જઈને 2000ની નોટ બદલાવી શકશે. તેમ પણ જણાવાયું હતું. જો કે 2 હજારની નોટ બંધ થવાની જાણકારી મળતાં જ લોકોમાં ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી અને જેમની પાસે 2 હજારની નોટ હતી તેમણે તેને ક્યાં વાપરવી તે વિશે વિચારવાનું શરુ કરી દીધું હતું અને લોકો પેટ્રોલ પંપો તરફ દોડ્યા હતા.
પેટ્રોલ પંપમાં 2000ની ઢગલાબંધ નોટો આવી
રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં 2000ની ઢગલાબંધ નોટો આવી હતી.  પેટ્રોલ પંપો પર ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની 2000 ની નોટ આવી છે કારણ કે  મોટાભાગના લોકો 2,000 ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે.
ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ પણ બંધ કરી દીધો
2 હજારની નોટોનો નિકાલ કરવા માટે લોકો અવનવા પેંતરા અજમાવી રહ્યા છે અને હાલ પુરતો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ પણ બંધ કરી દીધો છે. 2 હજારની નોટનો નિકાલ કરવા માટે અને બેંકમાં જવાનું ના પડે તે માટે લોકો વિવિધ ચીજોની ખરીદી કરી રહ્યા છે. કેટલાક લોકો તો છુટા કરાવાના બહાને પણ 2 હજારની નોટોનો નિકાલ કરી રહ્યા છે.
આ પણ વાંચો---રાજકોટમાં PFના ડે. કમિશનર પર CBIની ટ્રેપ, વચેટિયો 2 લાખની લાંચ લેતા ઝડપાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
2000 note withdrawRAJKOTRBIReserve Bank of India
Next Article