Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navratri : ગરબા દરમિયાન વીતેલા 6 દિવસમાં લોકોએ કર્યા 1100થી વધુ ઇમરજન્સી કૉલ્સ..!

ગુજરાત (gujarat)માં વીતેલા ચોવીસ કલાકમાં 12થી વધુ લોકોના મોત થયા છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેક(heart attack)ના કારણે થયા હતા. મૃતકોમાં એક તેર વર્ષનો કિશોર પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આ લોકોને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યો...
navratri   ગરબા દરમિયાન વીતેલા 6 દિવસમાં લોકોએ કર્યા 1100થી વધુ ઇમરજન્સી કૉલ્સ

ગુજરાત (gujarat)માં વીતેલા ચોવીસ કલાકમાં 12થી વધુ લોકોના મોત થયા છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેક(heart attack)ના કારણે થયા હતા. મૃતકોમાં એક તેર વર્ષનો કિશોર પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આ લોકોને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને જીવ ગુમાવ્યો હતો. છેલ્લા છ દિવસમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 1100થી વધુ કોલ આવ્યા હતા.

Advertisement

સેંકડો ઇમરજન્સી કૉલ્સ

એક અહેવાલ મુજબ, છેલ્લા છ દિવસમાં એમ્બ્યુલન્સ સેવાઓને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે 521 ઈમરજન્સી કોલ અને શ્વાસ લેવામાં તકલીફ માટે 609 ઈમરજન્સી કોલ કરવામાં આવ્યા હતા. આ તમામ કોલ સાંજે 6 થી રાત્રે 2 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યા હતા. મતલબ કે જ્યારે ગરબા ચાલી રહ્યા હતા ત્યારે જ આ કોલ કરવામાં આવ્યા હતા. જેને જોતા સરકાર અને ગરબા આયોજકો પણ સતર્ક બન્યા છે.

Advertisement

સરકાર પણ સતર્ક

ઉલ્લેખનિય છે કે નવરાત્રી શરુ થઇ ત્યારે સરકારે પણ ગરબા કાર્યક્રમના સ્થળોની નજીકની તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી હતી, જેમાં સરકારી, બિન-સરકારી અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC)નો સમાવેશ થાય છે. ઉપરાંત ગરબા કાર્યક્રમના આયોજકોને ઈમરજન્સીના સંજોગોમાં એમ્બ્યુલન્સને ખસેડવા માટે જગ્યા બનાવવાની કડક સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે એમ્બ્યુલન્સની સાથે તબીબોને તૈનાત કરવા પણ સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમમાં ગરબા રમવા આવેલા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.

Advertisement

આ સમગ્ર બાબતનું એનાલિસીસ કરવું જરૂરી

બીજી તરફ અમદાવાદની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ રાજ્યમાં હાર્ટએટેકથી થતાં મોત અંગે ચિંતા પ્રગટ કરી હતી. તેમણે કહ્યું કે નવરાત્રિમાં હાર્ટ એટેકથી કેટલાક લોકોના મોત થયા છે પણ કોરોનાના કારણે હાર્ટ એટેક વધ્યા તે ખોટું છે. તેમણે આ સમગ્ર બાબતનું એનાલિસીસ કરવું જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું.

પોરબંદરમાં પણ હાર્ટ એટેકથી મોત

પોરબંદરમાં પણ દેગામ ગામમાં હાર્ટ એટેકેના કારણે ગરબા દરમિયાન શનિવારે રાત્રે 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. તેઓ ગરબા રમ્યા બાદ બેઠા ત્યારે જ ઢળી પડ્યા હતા. જામનગરમાં પણ 14 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

આ પણ વાંચો---PATAN : સમી-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત,9 ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.