Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2024 ના પેની "પુષ્પા" શેર જે ફ્લાવર નહીં ફાયર સાબિત થયા, રોકાણકારોને બનાવ્યા કરોડપતિ

Best Penny Stocks : શેર બજારમાં કેટલાક પેની સ્ટોક્સ પુષ્પાની જેમ વાઇલ્ડ ફાયર સાબિત થયા છે. આ શેરમાં રોકાણ કરનારા લોકોને કરોડપતિ બનાવી દીધા છે
2024 ના પેની  પુષ્પા  શેર જે ફ્લાવર નહીં ફાયર સાબિત થયા  રોકાણકારોને બનાવ્યા કરોડપતિ
Advertisement
  • પેની સ્ટોક્સ ખુબ જ ઓછી કિંમતના હોય છે
  • લિક્વિડિટીના અભાવે તેની કિંમત ખુબ જ ઓછી હોય છે
  • જો કે તે કંપનીઓ મોટી સિદ્ધિ મેળવે ત્યારે અચાનક ભાવ વધતા હોય છે

Best Penny Stocks : શેર બજારમાં કેટલાક પેની સ્ટોક્સ પુષ્પાની જેમ વાઇલ્ડ ફાયર સાબિત થયા છે. આ શેરમાં રોકાણ કરનારા લોકોને કરોડપતિ બનાવી દીધા છે અને તેઓ હવે લક્ઝુરિયસ જીવન પસાર કરી રહ્યા છે.

STOCK MARKET NEWS : શેર બજારમાં રોકાણ કરનારા મોટા ભાગના લોકો પેની સ્ટોક પર દાવ લગાવવામાં વધારે વિશ્વાસ ધરાવે છે. એવું એટલા માટે કારણ કે આ શેરના ભાવ ઓછા હોય છે, જો કે નફાની શક્યતા વધારે રહે છે. આ વર્ષે અથ્યાર સુધી અનેક પેની સ્ટોક મલ્ટીબેગર સાબિત થયા છે. તેમણે રોકાણકારોને છપ્પરફાડ કમાણી કરાવી છે અને પૈસા વરસાવ્યા છે.

Advertisement

CNI RESEARCH

કેપિટલ માર્કેટ કંપની CNI RESEARCH ના શેરમાં પૈસા લગાવનારા આજે એટલા જ ખુશ છે જેટલા અલ્લુ અર્જુનને પુષ્પા-2 ની કમાણી જોઇને. આ શેરે 12 ડિસેમ્બર, 2023 થી માંડીને અત્યાર સુધીમાં 100 થી 200 ટકાનહી પરંતુ ટોટલ 600 ટકાનું વળતર આપ્યું છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ આ શેર માત્ર 2.40 રૂપિયાના ભાવ પર મળી રહ્યા હતા અે આજે તેની કિંમત 16.93 રૂપિયા છે. આ શેર 52 વીકના હાઇ લેવલ 17.97 રૂપિયા છે. જેથી હજી પણ ગુંઝાઇશ છે.

Advertisement

Navkar Urbanstructure

કન્સ્ટ્રક્શન સેક્ટરની આ કંપનીના શેર પણ ખુબ જ સારુ રિટર્ન આપનારા શેર રહ્યા. નવકાર અર્બન સ્ટ્રક્ચરના શેર શનિવારે ભલે ઘટીને 12.80 પર બંધ થયા પરંતુ આ વર્ષમાં શેરે 225.70 ટકા નું રિટર્ન આપ્યું છે. 1 જાન્યુઆરીએ તેની કિંમત 4 રૂપિયા હતી.

Fone4 Communications(India)

આ કંપનીમાં પૈસા લગાવનારા લોકોને છપ્પરફાડ રિટર્ન મળ્યું છે. 14.23રૂપિયાના ભાવે મળી રહેલા આ શેરે શુક્રવારે 4.94 ટકાના વધારા સાથે બંધ થયો. આ વર્ષે 260.25 ટકાનું રિટર્ન પોતાના રોકાણકારોને આપ્યું છે. 1 જાન્યુઆરીએ આ શેરની કિંમત 4 રૂપિયા કરતા પણ ઓછી હતી.

Monotype India

ફાઇનાન્સ સેક્ટરની આ કંપનીના શેરે આ વર્ષે અત્યાર સુધીમાં 196.00% વળતર આપ્યું છે. 1 જાન્યુઆરીએ તેના શેર માત્ર 75 પૈસાના ભાવે ઉપલબ્ધ હતા અને આજે તે 2.22 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. ગઈકાલે એટલે કે 13મી ડિસેમ્બરે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સ્ટૉકનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 2.42 રૂપિયા છે.

Sunshine Capital​

નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સનશાઇન કેપિટલના શેરે આ વર્ષે અત્યાર સુધીમાં 57.72% વળતર આપ્યું છે. ગઈ કાલે ઘટાડા સાથે રૂ. 1.94 પર બંધ થયેલા આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 4.13 છે.

પેની સ્ટોક્સ શું છે?

પેની સ્ટોક્સ સામાન્ય રીતે નાની કંપનીઓ સાથે સંકળાયેલા હોય છે. જેમાં અપેક્ષાકૃત લિક્વિડીટી નથી હોતી. આ શેર્સની કિંમત તેના કારણે જ ખુબ જ ઓછી હોય છે. જેના કારણે તે લોકોને ખુબ જ આકર્ષીત કરે છે. જો કે, આમાં જોખમ પ્રમાણમાં વધારે છે.એટલા માટે સમજી વિચારીને યોગ્ય રિસર્ચ બાદ જ રોકાણ કરવું જોઇએ.

(અહીં અપાયેલી માહિતી શેર ખરીદવા માટેની સલાહ નથી. શેરબજારમાં રોકાણ સમજી વિચારીને પોતાના વિવેકના આધારે કરવું)

Tags :
Advertisement

Trending News

.

×