Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pawan Kalyan નું સનાતન ધર્મના રક્ષણ માટે મહત્વનું પગલું

આંધ્રપ્રદેશમાં સત્તાધારી ગઠબંધનમાં ઘટક પાર્ટી જનસેનાના અધ્યક્ષ પવન કલ્યાણની મોટી જાહેરાત સનાતન ધર્મના રક્ષણ માટે પાર્ટીમાં 'નરસિંહ વારાહી ગણમ'માં એક નવી પાંખની સ્થાપના કરી રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની રચના કરવામાં આવે Pawan Kalyan : આંધ્રપ્રદેશમાં સત્તાધારી ગઠબંધનમાં...
pawan kalyan નું સનાતન ધર્મના રક્ષણ માટે મહત્વનું પગલું
Advertisement
  • આંધ્રપ્રદેશમાં સત્તાધારી ગઠબંધનમાં ઘટક પાર્ટી જનસેનાના અધ્યક્ષ પવન કલ્યાણની મોટી જાહેરાત
  • સનાતન ધર્મના રક્ષણ માટે પાર્ટીમાં 'નરસિંહ વારાહી ગણમ'માં એક નવી પાંખની સ્થાપના કરી
  • રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની રચના કરવામાં આવે

Pawan Kalyan : આંધ્રપ્રદેશમાં સત્તાધારી ગઠબંધનમાં ઘટક પાર્ટી જનસેનાના અધ્યક્ષ પવન કલ્યાણે (Pawan Kalyan) શનિવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાની પાર્ટી જનસેનામાં નવી પાંખ બનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પવન કલ્યાણે કહ્યું કે તેમણે સનાતન ધર્મના રક્ષણ માટે પાર્ટીમાં 'નરસિંહ વારાહી ગણમ'માં એક નવી પાંખની સ્થાપના કરી છે. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કલ્યાણે તાજેતરમાં જ એલુરૂ જિલ્લાની મુલાકાત દરમિયાન નવી શાખાની રચનાની જાહેરાત કરી હતી. તાજેતરમાં તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ વિવાદ બાદ આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. પવન કલ્યાણે આ વિવાદ બાદ જ તેનો ઉલ્લેખ કર્યો હતો.

બધા ધર્મો માટે આદર

વાસ્તવમાં પવન કલ્યાણની પાર્ટી જનસેના આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢ NDA ગઠબંધનનો ભાગ છે. આવી સ્થિતિમાં શનિવારે તેમણે પોતાની પાર્ટી જનસેનાની નવી પાંખ બનાવવાની જાહેરાત કરી હતી. પવન કલ્યાણે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી હતી. જારી કરાયેલી પ્રેસ રીલીઝ અનુસાર, પવન કલ્યાણે કહ્યું, "હું સનાતન ધર્મની રક્ષા માટે જનસેનામાં એક અલગ શાખા શરૂ કરી રહ્યો છું અને તેને 'નરસિંહ વારાહી ગણમ' નામ આપીશ." તેમણે કહ્યું કે તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે અને પોતાના હિન્દુ ધર્મનું પાલન કરે છે.

Advertisement

આ પણ વાંચો----Tirupati Laddu Controversy મુદ્દે દક્ષિણના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ!

Advertisement

લાડુ વિવાદ દરમિયાન કર્યો હતો ઉલ્લેખ

તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ વિવાદ બાદ પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તર પર સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવાની માંગ કરી હતી. હવે તેમણે પોતે જ પોતાની પાર્ટીમાં અલગ પાંખ બનાવી છે. તે સમયે પવન કલ્યાણે લાડુ વિવાદ પર કહ્યું હતું કે અમારી સરકાર કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ આ કેસ મંદિરોની અપવિત્રતા, તેની જમીનના મુદ્દાઓ અને અન્ય ધાર્મિક પ્રથાઓ પર પ્રકાશ ફેંકે છે. પવન કલ્યાણે વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતભરના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની રચના કરવામાં આવે.

આ પણ વાંચો----Tirupati Balaji પ્રસાદના વિવાદમાં Amulની એન્ટ્રી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

દેશમાં અત્યારે ત્રણેય ઋતુ! ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદની સંભાવના, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

featured-img
આંતરરાષ્ટ્રીય

લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
આંતરરાષ્ટ્રીય

Mark Carney: અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં PM તરીકે લીધા શપથ

featured-img
રાષ્ટ્રીય

Golden Temple માં બે જૂથો વચ્ચે મારામારી,પાંચને ઈજા, એકની હાલત ગંભીર

×

Live Tv

Trending News

.

×