Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pavagadh : નવરાત્રિ બંદોબસ્તની ચેકિંગ માટે આવેલા S.R.P PI નું શંકાસ્પદ મોત, અનેક રહસ્ય

પાવાગઢમાં (Pavagadh) બંદોબસ્તનાં નિરીક્ષણ માટે આવેલા S.R.P PI નું શંકાસ્પદ મોત નડિયાદ ગ્રૂપ 7 નાં C કંપની કમાન્ડર જી.આર. પટેલનું મોત નીપજ્યું શિવશક્તિ નિવાસ ધર્મશાળા ગેસ્ટ હાઉસનાં રૂમમાંથી મળ્યો મૃતદેહ S.R.P PI ના શંકાસ્પદ મોત પાછળ અનેક રહસ્ય પાવાગઢથી...
pavagadh   નવરાત્રિ બંદોબસ્તની ચેકિંગ માટે આવેલા s r p pi નું શંકાસ્પદ મોત  અનેક રહસ્ય
  1. પાવાગઢમાં (Pavagadh) બંદોબસ્તનાં નિરીક્ષણ માટે આવેલા S.R.P PI નું શંકાસ્પદ મોત
  2. નડિયાદ ગ્રૂપ 7 નાં C કંપની કમાન્ડર જી.આર. પટેલનું મોત નીપજ્યું
  3. શિવશક્તિ નિવાસ ધર્મશાળા ગેસ્ટ હાઉસનાં રૂમમાંથી મળ્યો મૃતદેહ
  4. S.R.P PI ના શંકાસ્પદ મોત પાછળ અનેક રહસ્ય

પાવાગઢથી (Pavagadh) ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવરાત્રિ બંદોબસ્તના નિરીક્ષણ માટે આવેલા નડિયાદ ગ્રૂપ 7 ના C કંપની કમાન્ડરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. નવરાત્રીનો પર્વ આવતો હોવાથી બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે S.R.P PI પાવાગઢ આવ્યા હતા. જો કે, શિવશક્તિ નિવાસ ધર્મશાળા (Shivshakti Nivas Dharamshala) ગેસ્ટ હાઉસનાં રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પાવાગઢ પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Radhanpur : હવે MLA લવિંગજી ઠાકોરનો પત્ર ખૂબ જ ચર્ચામાં! CM ને કરી આ ખાસ રજૂઆત

Advertisement

નવરાત્રિ બંદોબસ્તના નિરીક્ષણ માટે આવ્યા હતા પાવાગઢ

નવરાત્રિનાં (Navratri 2024) પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે પાવાગઢમાં (Pavagadh) નવરાત્રિ પર્વને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે નડિયાદ ગ્રૂપ 7 ના (Nadiad Group 7) C કંપની કમાન્ડર જી.આર. પટેલ નવરાત્રી પર્વને લઈ પાવાગઢમાં બંદોબસ્તનાં નિરીક્ષણ માટે આવ્યા હતા. દરમિયાન, S.R.P PI પાવાગઢમાં (Pavagadh) આવેલા શિવશક્તિ નિવાસ ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Kheda : શું ડાકોર મંદિરનાં લાડુમાં પણ અમૂલ ઘીનું કૌભાંડ ? જાણો હકીકત

ગેસ્ટહાઉસના રૂમમાંથી S.R.P PI નો મૃતદેહ મળતા ચકચાર

જો કે, આજે ગેસ્ટહાઉસના રૂમમાંથી S.R.P PI જી.આર. પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. S.R.P PI ના શંકાસ્પદ મોતથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પાવાગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક PI ના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ મોકલ્યો છે અને S.R.P PI ની હત્યા કરવામાં આવી છે કે પછી તેમણે આત્મહત્યા કરી છે કે કુદરતી મોત નીપજ્યું છે ? તે અંગેની હકીકત જાણવા માટે પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. જો કે, S.R.P PI નાં શંકાસ્પદ મોતને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat નું એક એવું ગામ ભ્રષ્ટાચારના મામલામાં ACBના ચોપડે કુખ્યાત બન્યું

Tags :
Advertisement

.