Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જયસુર્યા-સંગાકારા જેવા દિગ્ગજ જે ન કરી શક્યા તે આ શ્રીલંકાના બેટ્સમેને કરી બતાવ્યું

Pathum Nissanka Double Century : શ્રીલંકાના જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાન્કા (Pathum Nissanka) એ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે આ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી અને બેવડી સદી (Double...
જયસુર્યા સંગાકારા જેવા દિગ્ગજ જે ન કરી શક્યા તે આ શ્રીલંકાના બેટ્સમેને કરી બતાવ્યું

Pathum Nissanka Double Century : શ્રીલંકાના જમણા હાથના ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાન્કા (Pathum Nissanka) એ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે આ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી અને બેવડી સદી (Double Century) ફટકારી હતી. વનડેમાં બેવડી સદી ફટકારનાર પથુમ નિસાન્કા (Pathum Nissanka) શ્રીલંકાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઇનિંગમાં નિસાન્કાએ 139 બોલનો સામનો કર્યો અને 20 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 210 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે વનડે મેચની એક ઇનિંગમાં પાંચમો સર્વોચ્ચ સ્કોર (Fifth Highest Score) બનાવ્યો છે.

Advertisement

ખાસ ક્લબમાં સામેલ થયો પથુમ નિસાન્કા

બેવડી સદી (Double Century) ફટકારવાની યાદીમાં ભારતનો રોહિત શર્મા (Rohit Sharma) ટોપ પર છે, જેણે 2014માં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા. હવે પથુમ નિસાન્કા એક ODI ઇનિંગ્સમાં શ્રીલંકા (Sri Lanka) માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે નિસાન્કા વનડેમાં બેવડી સદી ફટકારનાર સચિન તેંડુલકર, રોહિત શર્મા, ક્રિસ ગેલ અને ફખર ઝમાન જેવા ખેલાડીઓની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ સિદ્ધિ નોંધાવનાર તે 10મો ક્રિકેટર પણ છે. પથુમ નિસાન્કા (Pathum Nissanka) એ 136 બોલમાં 200 રન પૂરા કર્યા હતા. આ સાથે તે વનડેમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. તેણે ક્રિસ ગેલ (138) અને વીરેન્દ્ર સેહવાગ (140)ને પાછળ છોડી દીધા છે. ODI ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ઈશાન કિશનના નામે છે. કિશને 2022 માં બાંગ્લાદેશ સામે માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યા હતા. કિશન પછી ગ્લેન મેક્સવેલનો નંબર આવે છે, જેણે ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 128 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

Advertisement

એક ODI ઇનિંગ્સમાં 5 સર્વોચ્ચ સ્કોર

રોહિત શર્મા vs શ્રીલંકા, 2014- 264 રન
માર્ટિન ગુપ્ટિલ vs વેસ્ટ ઈન્ડિઝ, 2015 – 237 રન અણનમ
વિરેન્દ્ર સેહવાગ vs વેસ્ટ ઈન્ડિઝ, 2011- 219 રન
ક્રિસ ગેલ vs ઝિમ્બાબ્વે, 2015 - 215 રન
ફખર ઝમાન vs ઝિમ્બાબ્વે, 2018 – 210 અણનમ
પથુમ નિસાન્કા vs અફઘાનિસ્તાન, 2024 – 210 અણનમ

Advertisement

સનથ જયસૂર્યાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

આ પહેલા શ્રીલંકાના કોઈપણ બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 189 રન હતો જે સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) એ બનાવ્યો હતો. જયસૂર્યાએ વર્ષ 2000માં ભારત સામે 189 રનની ઇનિંગ રમી હતી. હવે 24 વર્ષ બાદ 2024માં નિસાન્કાએ અફઘાનિસ્તાન (Afghanistan) સામે 210 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. તેણે 2018માં ઝિમ્બાબ્વે સામે 210 રન બનાવનાર પાકિસ્તાનના ફખર ઝમાન (Fakhar Zaman) ની પણ બરાબરી કરી હતી. ODI ક્રિકેટમાં આ 12મી વખત બેવડી સદી (Double Century) ફટકારવામાં આવી છે.

વન-ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી

200 * સચિન તેંડુલકર, 2010
219 વિરેન્દ્ર સેહવાગ, 2011
209 રોહિત શર્મા, 2013
264 રોહિત શર્મા, 2014
215 ક્રિસ ગેલ, 2015
237* માર્ટિન ગુપ્ટિલ, 2015
208 * રોહિત શર્મા, 2017
210* ફખર ઝમાન, 2018
210 ઇશાન કિશન, 2022
208 શુભમન ગિલ, 2023
201* ગ્લેન મેક્સવેલ, 2023
210* પથુમ નિસાન્કા, 2024

ODI માં બેવડી સદી ફટકારનાર 10મો બેટ્સમેન

પથુમ નિસાન્કા ODI ક્રિકેટમાં બેવડી સદી (Double Century) ફટકારનાર 10મો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા ભારતના રોહિત શર્મા, ઈશાન કિશન, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને શુભમન ગિલ આ કરી ચુક્યા છે. આ સિવાય ક્રિસ ગેલ, માર્ટિન ગુપ્ટિલ, ગ્લેન મેક્સવેલ, ફખર ઝમાને પણ આ કારનામું કર્યું છે. રોહિત શર્માએ ODI ક્રિકેટમાં આ સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી છે અને તે આવું કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. તેના સિવાય ODI ક્રિકેટમાં કોઈએ એકથી વધુ બેવડી સદી (Double Century) ફટકારી નથી.

શ્રીલંકાએ બનાવ્યો વિશાળ સ્કોર

અફઘાનિસ્તાન સામેની પ્રથમ વનડેમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 3 વિકેટ ગુમાવીને 381 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ઓપનિંગ કરવા આવેલા પથુમ નિસાન્કા પહેલી ઓવરથી છેલ્લા બોલ સુધી મેદાનમાં જ રહ્યો હતો. તેની 210 રનની ઇનિંગ સિવાય અન્ય ઓપનર અવિષ્કા ફર્નાન્ડોએ 88 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સદિરા સમરવિક્રમાએ 36 બોલમાં 49 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકાના પ્રવાસે આવી છે અને અહીં ત્રણ વનડે અને T20 મેચોની શ્રેણી રમશે.

આ પણ વાંચો - AUS vs WI : સચિન-કોહલી પણ જે ન કરી શક્યા તે David Warner એ કરી બતાવ્યું

આ પણ વાંચો - ક્રિકેટર Ravindra Jadeja ના પરિવારનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.