Patan : પૂર્વ MLA બળદેવજી ઠાકોરના આકરા પ્રહાર, કહ્યું -સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં..!
- Patan માં ઠાકોર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું મોટું નિવેદન
- ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં નથી આવતું : બળદેવજી ઠાકોર
- ભાજપે સમાજના નખ વગરના સિંહ બનાવી દીધા: બળદેવજી ઠાકોર
- નખ વગર સિંહ બનાવી વાડામાં પુરવાનું કામ કર્યું છે: પૂર્વ ધારાસભ્ય
પાટણમાં (Patan) ઠાકોર સમાજની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે (Baldevji Thakor) ચોંકાવનારું નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો સામે આવતા ચર્ચાનો માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્યે ભાજપ (BJP) પર ગંભીર આરોપ લગાવી કહ્યું હતું કે, ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં આવતું નથી. સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં સાંભળવામાં આવતું નથી. ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજનાં (Thakor Samaj) નેતાઓ પર બળદેવજી ઠાકોરે નિશાન સાધ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો - BZ Group Scam : ખરેખર..! કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા રોકાણકારો! કરી આ માગ
BJP માં જોડાયા બાદ સમાજ માટે લડનારાઓનું કોઈ સાંભળતું નથી : બળદેવજી ઠાકોર
જણાવી દઈએ કે, પાટણમાં (Patan) ઠાકોર સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલનાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ (Congress) નેતા બળદેવજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor), કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Amit Chavda) સહિત રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજનાં લોકો હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મોટું નિવેદન આપી ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજનાં નેતાઓ પર નિશાન સાધતા નજરે પડે છે. વીડિયોમાં બળદેવજી ઠાકોર કહે છે કે, ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં આવતું નથી. સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં સાંભળવામાં આવતું નથી.
આ પણ વાંચો - National Dolphin Day 2025 : રાજ્યના 4087 ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિનની હાજરી
'ભાજપે સમાજનાં નખ વગરના સિંહ બનાવી દીધા છે'
પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર (Baldevji Thakor) કહે છે કે, ભાજપમાં જોડાયા બાદ સમાજ માટે લડનારાઓનું કોઈ સાંભળતું નથી. ભાજપે સમાજનાં નખ વગરના સિંહ બનાવી દીધા છે. નખ વગર સિંહ બનાવી વાડામાં પુરવાનું કામ કર્યું છે. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં આ નિવેદન બાદ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. બળદેવજી ઠાકોરે આવું શા માટે કહ્યું ? સહિતનાં સવાલોને લઈ લોકો દ્વારા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Harshabhai Sanghvi એ કેજરીવાલ અને અખિલેશ યાદવની કાઢી ઝાટકણી, X પર પોસ્ટવોર