Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણા સહિત દેશના 50 રેલવે સ્ટેશનો પર હવે મુસાફરોને મળશે સસ્તી દવાઓ 

બદલાતા સમયની સાથે ભારતીય રેલવે (Indian Railways) તેના મુસાફરોને મહત્તમ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહી છે. રેલવે સ્ટેશન પર જો કોઈ મુસાફરની તબિયત બગડે તો તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, રેલ્વે મંત્રાલયે સ્ટેશનો પર પ્રધાનમંત્રી જન...
મહેસાણા સહિત દેશના 50 રેલવે સ્ટેશનો પર હવે મુસાફરોને મળશે સસ્તી દવાઓ 
બદલાતા સમયની સાથે ભારતીય રેલવે (Indian Railways) તેના મુસાફરોને મહત્તમ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહી છે. રેલવે સ્ટેશન પર જો કોઈ મુસાફરની તબિયત બગડે તો તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, રેલ્વે મંત્રાલયે સ્ટેશનો પર પ્રધાનમંત્રી જન ભારતીય ઔષધિ કેન્દ્ર (PMBJKs) ખોલવાનો નિર્ણય લીધો છે જેથી મુસાફરોને મુસાફરી દરમિયાન સસ્તી દવાઓ (medicine)  સરળતાથી મળી શકે. તેના દ્વારા કરોડો રેલવે મુસાફરોને કટોકટીની સ્થિતિમાં રેલવે સ્ટેશન પર જ સસ્તી દવાઓ મળશે.
જન ઔષધિ કેન્દ્ર શું છે?
કેન્દ્રની મોદી સરકારે 24 એપ્રિલ 2018ના રોજ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા સામાન્ય લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ એવા મેડિકલ સ્ટોર છે જેમાં જેનરિક દવાઓ બજાર કરતા 70 થી 80 ટકા ઓછી કિંમતે મળે છે.
આ લાભ રેલવે સ્ટેશન પરના જન ઔષધિ કેન્દ્રમાંથી મળશે
ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોની તબિયત લથડી જાય છે અથવા તેઓ પોતાની દવા ઘરે જ ભૂલી જાય છે. આવી ઈમરજન્સીમાં તે રેલવે સ્ટેશન પર જ સ્થિત જન ઔષધિ કેન્દ્રમાંથી સસ્તા દરે દવાઓ ખરીદી શકશે. જેનાથી મુસાફરોના લાભની સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ચલાવવા માટે લોકોએ લાયસન્સ લેવું પડશે. આ માટે ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવશે જેથી લોકોને સ્ટેશન પર આ સેન્ટર ચલાવવાની પરવાનગી મળી જશે. આ કેન્દ્રોની ઈ-ઓક્શન પ્રક્રિયા NID અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
મહેસાણા અને અંકલેશ્વર સહિત આ સ્ટેશનો પર જન ઔષધિ કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થશે
રેલ્વેએ દેશના કુલ 50 રેલ્વે સ્ટેશનો પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સ્ટેશનોમાં સિકંદરાબાદ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, વીરાંગના લક્ષ્મીબાઈ, લખનૌ જંક્શન, ગોરખપુર જંક્શન, બનારસ, આગ્રા કેન્ટ, મથુરા, યોગ નગરી ઋષિકેશ, કાશીપુર, માલદા ટાઉન, ખડગપુર, મદન મહેલ, બીના, લોકમાન્ય તિલક, ન્યુ મનિષ તિલક, મૌન, મૌન તિનસુકિયા, લુમડિંગ, રંગિયા, દરભંગા, પટના, કટિહાર, જાંજગીર-નૈલા, બાગબહરા, આનંદ વિહાર, અંકલેશ્વર, મહેસાણા જંકશન, પિંપરી, સોલાપુર, નૈનપુર, નાગભીડ, મલાડ, ખુર્દા રોડ, ફગવાડા, રાજપુરા, સવાઈ કી માધોપુર, તિરુપતિ, સિની જંક્શન, શ્રીનગર, SMVT બેંગલુરુ, બંગારાપેટ, મૈસુર, હુબલી જંક્શન, પલક્કડ, પેન્ડ્રા રોડ, રતલામ, તિરુચિરાપલ્લી જંક્શન, ઈરોડ અને ડિંડીગુલ જંક્શન ખાતે ખોલવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.