World Cup 2023 : ફાઇનલ મેચ પૂર્વે અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતા મુસાફરો અટવાયા
અમદાવાદમાં યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ પૂર્વે અનેક દિગ્ગજો તથા ક્રિકેટ ચાહકો અમદાવાદ આવી રહ્યા છે જેના પગલે અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક વધી ગયો છે. શુક્રવારે સ્પાઇસ જેટ, ઇન્ડિગો સહિતની ફ્લાઇટ મોડી પડી હતી, જેના પગલે અનેક મુસાફરો અટવાઇ ગયા છે.
અમદાવાદ એરપોર્ટ પર ભારે ધસારો
ફાઇનલ મેચ પૂર્વે અમદાવાદ એરપોર્ટ પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને એર ટ્રાફિક પર તેની ગંભીર અસર પડી છે. સામાન્ય દિવસો કરતાં ફ્લાઇટની સંખ્યા અચાનક જ વધી જતાં એર ટ્રાફિક વધી ગયો છે. અનેક પ્રાઇવેટ જેટ પણ અમદાવાદ આવી રહ્યા છે.
સ્પાઇટસ જેટ 4 કલાક મોડી પડી
દિલ્હીથી અમદાવાદ આવી રહેલી સ્પાઇટસ જેટ 4 કલાક મોડી પડી છે જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ 1.45 કલાક મોડી પડી છે. અચાનક એર ટ્રાફિક વધવાના કારણે ફ્લાઇટ્સ મોડી પડતાં અનેક મુસાફરો અટવાઇ ગયા છે. સ્પાઇસ જેટનું એરાઇવલ અને ડિપાર્ચર ચાર્ટસ્ક્રિન બંધ થઇ ગયો છે.
ફાઇનલના દિવસે બપોરે 1.35થી 2.10 સુધી ફ્લાઇટસની આવાજાહી પર પણ પ્રતિબંધ
બીજી તરફ ફાઇનલ મેચ પૂર્વે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઉપર એર શો યોજવામાં આવ્યો છે જેથી વિશ્વકપ ફાઇનલના દિવસે બપોરે 1.35થી 2.10 સુધી ફ્લાઇટસની આવાજાહી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે મુસાફરોને પણ જાણ કરી દેવાઇ છે. મુસાફરોની સુરક્ષાને લઇને આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો---WORLD CUP : ફાઈનલ મેચ પહેલા પીચને લઈ વિવાદ! ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહી આ વાત