Parliament Special Session : રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર, તરફેણમાં પડ્યા 215 મત
મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન કાયદો લોકસભામાં પસાર થયા બાદ આજે રાજ્યસભામાં તેની ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પર મતદાન થયું હતું. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. આ બિલ હવે રાજ્યસભામાં પણ સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. એક પણ સાંસદે આ બિલની તરફેણમાં મતદાન કર્યું નથી.
એક દિવસ પહેલા જ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતું આ બિલ લોકસભામાં પસાર થયું હતું. બિલની તરફેણમાં 454 મત પડ્યા હતા, જ્યારે અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીના અન્ય સાંસદે તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. લોકસભામાં બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આ અભૂતપૂર્વ સમર્થન સાથે લોકસભામાં બિલ પસાર થતા જોઈને તેઓ ખુશ છે.
મહિલા અનામત બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા
રાજ્યસભામાં મહિલા અનામત બિલ પર વોટિંગ દરમિયાન બિલના સમર્થનમાં 215 વોટ પડ્યા હતા. આ બિલની વિરુદ્ધમાં એક પણ વોટ પડ્યો નથી. ચેરમેન જગદીપ ધનખરે તેને ઐતિહાસિક જીત ગણાવી હતી.
પીએમ મોદીએ રાજ્યસભામાં તમામનો આભાર માન્યો હતો
પીએમ મોદીએ કહ્યું કે તમામ સાંસદો અને પાર્ટીઓએ સકારાત્મક વિચાર દર્શાવ્યો છે, આ માટે આભાર. તેમણે એમ પણ કહ્યું કે તમામ સાંસદોએ તેને સર્વસંમતિથી પસાર કરવો જોઈએ, આ મારી વિનંતી છે.
આ પણ વાંચો : કેનેડા ભારતના 9 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું આશ્રયસ્થાન