Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બીજો દિવસ, Rahul Gandhi કરશે ચર્ચા, Amit Shah, Smruti Irani આપશે જવાબ

સંસદના ચોમાસા સત્રના છેલ્લા સપ્તાહમાં મણિપુર હિંસાને લઈને મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આજે બુધવારે ચર્ચાનો બીજો દિવસ છે. આજે વિપક્ષ મણિપુર હિંસાને લઈને કેન્દ્ર સરકારને ગૃહમાં ઘેરવાની પુરી તૈયારીમાં છે. લોકસભામાં...
12:10 PM Aug 09, 2023 IST | Viral Joshi

સંસદના ચોમાસા સત્રના છેલ્લા સપ્તાહમાં મણિપુર હિંસાને લઈને મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આજે બુધવારે ચર્ચાનો બીજો દિવસ છે. આજે વિપક્ષ મણિપુર હિંસાને લઈને કેન્દ્ર સરકારને ગૃહમાં ઘેરવાની પુરી તૈયારીમાં છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષના પ્રહાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વળતો પ્રહાર કરશે. જ્યારે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સિતારમણ અને મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતિ બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની જવાબ આપશે.

રાહુલ ગાંધી 12 વાગ્યે બોલશે

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જાણકારી આપતા કહ્યું કે, રાહુલ ગાંધી આજે ગૃહમાં બોલશે. કોંગ્રેસ નેતા અનુસાર રાહુલ ગાંધી આજે અમારી તરફથી ગૃહમાં 12 વાગ્યે બોલવાનું શરૂ કરશે. આ પહેલા રાહુલ ગાંધી બોલશે કે કેમ તે સ્પષ્ટ નહોતું.

સત્ર રસપ્રદ રહેશે

લોકસભામાં રાહુલ ગાંધીના બાદ સત્તા પક્ષમાંથી પણ બે દિગ્ગજ નેતાઓ બોલશે. રાહુલના ભાષણ બાદ સ્મૃતિ ઈરાની અને સાંજે 5 વાગ્યા આસપાસ ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષને વળતો જવાબ આપશે. લોકસભામાં દિગ્ગજો બોલવાના હોવાથી લોકસભાનું સત્ર ઘણું રસપ્રદ રહેશે

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ

પક્ષી ગઠબંધન I.N.D.I.A. તરફથી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત 8 ઓગસ્ટના રોજ થઈ હતી. પહેલા દિવસે સાંસદ ગૌરવ ગોગોઈ તેની શરૂઆત કરી હતી. પહેલા દિવસે 6 કલાક સુધી ગૃહમાં પક્ષ-વિપક્ષના સાંસદોએ જોરદાર રીતે ચર્ચામાં ભાગ લીધો હતો.

કોને કેટલો સમય?

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે 2 દિવસોમાં કુલ 12 કલાકનો સમય ફાળવાયો છે. તેમાં 29 મિનિટ YSRCP, 24 મિનિટ શિવસેના, 21 મિનિટ JDU, 12 મિનિટ BSP, 8 મિનિટ LJSP ને ફાળવવામાં આવ્યો છે. બાકીના NDA સમર્થક દળો અને અપક્ષ સાંસદોને 17 મિનિટ મળશે. તેમાં AIDMK, આજસૂ, MNF, NPP, SKM જેવા દળ છે. સપા, NCP, CPI, TDP, JDS, શિરોમણી અકાલી દલ, આમ આદમી પાર્ટી જેવા દળોને કુલ 52 મિનિટ ફાળવાઈ છે.

આ પણ વાંચો : ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારાઓને PM મોદી એ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Amit ShahMonsoon SessionNo Confidence MotionNo Confidence Motion DebateParliamentrahul-gandhiSmruti Irani
Next Article