Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympics 2024 નો આજથી પ્રારંભ, PM મોદીએ ખેલાડીઓને પાઠવી શુભેચ્છાઓ...

પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)ના શુભારંભ પહેલા PM મોદીએ ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી છે...PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય ટીમને મારી શુભેચ્છાઓ, દરેક રમતવીર ભારતનું ગૌરવ છે. તેઓ બધા ચમકે અને ખેલદિલીની સાચી ભાવનાને મૂર્તિમંત કરે, તેમના અસાધારણ પ્રદર્શનથી...
10:50 PM Jul 26, 2024 IST | Dhruv Parmar

પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)ના શુભારંભ પહેલા PM મોદીએ ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી છે...PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય ટીમને મારી શુભેચ્છાઓ, દરેક રમતવીર ભારતનું ગૌરવ છે. તેઓ બધા ચમકે અને ખેલદિલીની સાચી ભાવનાને મૂર્તિમંત કરે, તેમના અસાધારણ પ્રદર્શનથી અમને પ્રેરણા આપે.

તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)માં 16 રમતમાં ભારતના 117 ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે દેશનું ગૌરવ વધારવા માટે સજ્જ છે. ઓલિમ્પિક્સ રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સ (Paris Olympics 2024)માં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. એટલું જ નહીં સૌ ભારતવાસીઓ ‘ચિયર ફોર ભારત’ માટે ઉત્સુક છે.

CM ભુપેન્દ્ર પટેલે ખેલાડીઓને પાઠવી શુભેચ્છાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024) માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, પેરિસમાં ઓલિમ્પિક 2024 શરૂ થઇ રહ્યો છે. આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપરા, પીવી સિંધુ, શરદ કમલ, રોહન બોપન્ના, મીરાબાઈ ચાનુ, સહિતના ભારતના 117 ખેલાડીઓ આ રમતોત્સવની વિવધ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે. વિશ્વ નેતા અને આપણા PM નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઇ રહેલા ખેલાડીઓ સાથે રૂબરુ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે.

ભારતવાસીઓ ચીર ફોર ભારત માટે ઉત્સુક : CM

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ઓલિમ્પિકની રમતોમાં વધુને વધુ મેડલ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓવી મનોકામના છે. સૌ ભારતવાસીઓ ચીર ફોર ભારત માટે ઉત્સુક છે. આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટેબલ ટેનિસ રમતમાં હરમીત દેસાઈ અને માનવ ઠક્કર, એર રાઈફલ શૂટિંગમાં ઈલાવેનિલ વાલરિવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવગાથામાં નવું સિમાચિહ્ન છે. તેમણે આગળ કહ્યું કે, PM મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓ નિખાર આપ્યો છે. ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક 2024 ગેમ્સમાં કૌવત જળકાવશે તેવો મને વિશ્વાસ છે. આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઇ રહેલા તમામ 117 ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાતવતી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.

આ પણ વાંચો : Paris Olympic 2024 : ભારતના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભકામનાઓ

આ પણ વાંચો : Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં ગુજરાતના 3 સ્ટાર બતાવશે દમખમ, જાણો તેમનું Schedule

આ પણ વાંચો : વેઈટલિફ્ટિંગની દુનિયામાં 'Lady Hulk' એટલે ભારતની મીરાબાઈ ચાનુ

Tags :
FranceGujarati NewsIndiaIndia in OlympicNarendra ModiNationalolympic 2024ParisParis Olympicpm modiPM Modi extends wishes to Indian contingentPM Modi on Indian contingent for Paris Olympic
Next Article