Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympics2024 : બેડમિન્ટનમાં HS પ્રણોયનું શાનદાર પ્રદર્શન, જર્મનીનાં ખેલાડીને આપી મહાત

Paris Olympics2024: ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય(HS Prannoy)એ રવિવારે પેરિસ ઓલિમ્પિકની (Paris Olympics2024) મેન્સ સિંગલ ઈવેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ગ્રુપ મેચમાં જર્મનીના ફેબિયન રોથ સામેની જીત સાથે કરી હતી. વિશ્વ રેન્કિંગમાં 12મા સ્થાને રહેલા પ્રણોયે રોથને 12-18, 21-12થી હરાવીને ટાઈટલ...
10:14 PM Jul 28, 2024 IST | Hiren Dave

Paris Olympics2024: ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણય(HS Prannoy)એ રવિવારે પેરિસ ઓલિમ્પિકની (Paris Olympics2024) મેન્સ સિંગલ ઈવેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ગ્રુપ મેચમાં જર્મનીના ફેબિયન રોથ સામેની જીત સાથે કરી હતી. વિશ્વ રેન્કિંગમાં 12મા સ્થાને રહેલા પ્રણોયે રોથને 12-18, 21-12થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. બીજા દિવસે શૂટિંગ ખેલાડી મનુ ભાકરે બ્રોન્ઝ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો

બેડમિન્ટનમાં HS પ્રણોયનું શાનદાર પ્રદર્શન, જર્મન ખેલાડીને હરાવ્યો

HS પ્રણોયે બેડમિન્ટનની મેન્સ સિંગલ ઈવેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે જર્મનીના ફેબિયન રોથને હરાવ્યો છે. પ્રણોયે વિશ્વ રેન્કિંગમાં 82મા ક્રમે રહેલા ખેલાડીને 21-18, 21-12થી હરાવ્યો હતો. હવે તેની આગામી મેચ 31 જુલાઈએ ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે વિયેતનામના ફાટ લે ડુક સામે થશે.

પ્રણય બુધવારે ગ્રુપ સ્ટેજ  જોવા મળશે

જર્મનીના રોથે શરૂઆતની ગેમમાં પ્રણોયને જોરદાર ટક્કર આપી હતી પરંતુ ભારતીય ખેલાડીએ બીજી ગેમમાં જોર પકડ્યું હતું અને મેચ સરળતાથી જીતી લીધી હતી. પ્રણય બુધવારે તેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં વિશ્વ ક્રમાંકિત 71 વિયેતનામના લે ડ્યુક ફાટ સામે ટકરાશે.

ફ્રેન્ચ જોડી સામે સાત્વિક-ચિરાગનો વિજય

મેડલના દાવેદાર ગણાતા સાત્વિકસાઈ રાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (Satwiksairaj Rankireddy and Chirag Shetty) ની મેન્સ ડબલ્સની જોડીએ પેરિસ ઓલિમ્પિકમાં જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. ગ્રુપ Cની મેચમાં ભારતીય જોડીએ યજમાન ફ્રેન્ચ જોડી કોર્વી લુકાસ અને લેબર રોનેનને સીધી ગેમમાં 21-17 અને 21-14ના માર્જીનથી હરાવી હતી. પોતાના શાનદાર ફોર્મને જારી રાખતા ભારતીય જોડી ફ્રેન્ચ જોડીને હરાવવામાં સફળ રહી હતી. સાત્વિક અને ચિરાગે પ્રથમ ગેમ 21-17થી જીત્યા બાદ બીજી ગેમમાં પણ બ્રેક સુધી 11-8ની લીડ મેળવી હતી. ભારતીય જોડીને પ્રથમ ગેમ જીતવામાં 23 મિનિટનો સમય લાગ્યો હતો. આ પછી બીજી ગેમમાં 13 મિનિટમાં 11-8ની લીડ મેળવી લીધી હતી. આ પછી, તેઓએ ઝડપથી બાકીનું કામ પૂર્ણ કર્યું અને બીજી ગેમ 21-14 થી જીતીને જીત સાથે તેમના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી.

આ પણ  વાંચો  -Paris Olympics 2024 : મેડલ જીત્યા બાદ મનુ ભાકરે જણાવ્યું જીતનું રહસ્ય

આ પણ  વાંચો  -Paris Olympics 2024O:Manika Batra ટેબલ ટેનિસમાં બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ

આ પણ  વાંચો  -Paris Olympic 2024: તીરંદાજીમાં મોટો અપસેટ, નેધરલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ પરાસ્ત થઈ

Tags :
campaignChaseYourDreamsCheer4Bharatdefeating fabianGfcardGoForGoldGujaratFirstHS PrannoyIndiaAtParis24indian shuttlerIndianAthletesJeetKiAurOlympicJourneyOlympics2024OlympicSpiritPARIS OLYMPICS 2024SportsStar shooterstartedSupportOurPlayersTeamIndia
Next Article