Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારત માટે Good News, લક્ષ્ય સેને બેલ્જિયમના જુલિયનને હરાવ્યો

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. લક્ષ્ય સેને ગ્રૂપ સ્ટેજની તેની બીજી મેચમાં જુલિયન કેરેજી (વિશ્વ નંબર 52)ને 21-19, 21-14થી હરાવ્યો હતો. સેન હવે 31 જુલાઈએ ગ્રુપ Lની તેની છેલ્લી મેચમાં જોનાથન ક્રિસ્ટી સામે ટકરાશે....
06:36 PM Jul 29, 2024 IST | Hardik Shah
Lakshya Sen in Paris Olympic 2024

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. લક્ષ્ય સેને ગ્રૂપ સ્ટેજની તેની બીજી મેચમાં જુલિયન કેરેજી (વિશ્વ નંબર 52)ને 21-19, 21-14થી હરાવ્યો હતો. સેન હવે 31 જુલાઈએ ગ્રુપ Lની તેની છેલ્લી મેચમાં જોનાથન ક્રિસ્ટી સામે ટકરાશે.

બેડમિન્ટનમાં ભારત માટે સારા સમાચાર

પેરિસ ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે ખરાબ સાબિત થયો છે. પરંતુ બીજી તરફ લક્ષ્ય સેને આજે ગ્રૂપ સ્ટેજની તેની બીજી મેચ જીતીને દેશને ખુશ થવાનો મૌકો આપ્યો છે. આ મેચના પ્રથમ સેટમાં લક્ષ્ય અને જુલિયન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચમાં લગભગ સમાન પોઈન્ટ સાથે આગળ વધ્યા. પરંતુ અંતે લક્ષ્ય સેને પહેલો સેટ 21-19થી જીત્યો. આ સેટમાં બેલ્જિયમના જુલિયને લક્ષ્યને ટક્કર આપી હતી. સેને બીજા સેટમાં ફરી એકવાર શાનદાર શરૂઆત કરી હતી અને તેણે વિરોધીની નબળાઈનો ઉપયોગ કરીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને મેચના બીજા સેટના મધ્ય-વિરામમાં સ્કોર 11-5 સુધી લઈ ગયો હતો. આ પછી લક્ષ્ય સેને જુલિયન પર વધુ દબાણ બનાવ્યું અને બીજો સેટ 21-14થી જીતી લીધો.

આ સાથે લક્ષ્ય સેને સીધા સેટમાં 21-19 અને 21-15થી મેચ જીતી લીધી હતી. પેરિસ ઓલિમ્પિક 2024 માટે લક્ષ્યની આ બીજી જીત છે. અગાઉ, તેણે ગ્વાટેમાલાના ખેલાડી કેવિન કોર્ડન સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી, પરંતુ તેણે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી, તેની સાથે લક્ષ્યની મેચ રદ કરવામાં આવી હતી. હવે તે મેચના પોઈન્ટ લક્ષ્યમાંથી પોઈન્ટમાં ઉમેરવામાં આવશે નહીં.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : હોકીમાં અંતિમ ક્ષણે ભારતે પલટી બાજી, આર્જેન્ટિના વિરુદ્ધ મેચ ડ્રો

Tags :
Broadcast in IndiaGujarat FirstHardik ShahIndia in Paris OlympicsIndia Olympic teamindian athletesIndian forceIndian Forces Paris Olympicsindian playersLakshya SenLakshya Sen in OlympicLakshya Sen in Olympic 2024Lakshya Sen in Paris Olympic 2024Medal expectationsolympic 2024Olympic Games datesParis 2024 eventsParis OlympicParis olympic 2024PARIS OLYMPICS 2024Sports
Next Article