Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારત માટે Good News, લક્ષ્ય સેને બેલ્જિયમના જુલિયનને હરાવ્યો
Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. લક્ષ્ય સેને ગ્રૂપ સ્ટેજની તેની બીજી મેચમાં જુલિયન કેરેજી (વિશ્વ નંબર 52)ને 21-19, 21-14થી હરાવ્યો હતો. સેન હવે 31 જુલાઈએ ગ્રુપ Lની તેની છેલ્લી મેચમાં જોનાથન ક્રિસ્ટી સામે ટકરાશે.
બેડમિન્ટનમાં ભારત માટે સારા સમાચાર
પેરિસ ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે ખરાબ સાબિત થયો છે. પરંતુ બીજી તરફ લક્ષ્ય સેને આજે ગ્રૂપ સ્ટેજની તેની બીજી મેચ જીતીને દેશને ખુશ થવાનો મૌકો આપ્યો છે. આ મેચના પ્રથમ સેટમાં લક્ષ્ય અને જુલિયન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચમાં લગભગ સમાન પોઈન્ટ સાથે આગળ વધ્યા. પરંતુ અંતે લક્ષ્ય સેને પહેલો સેટ 21-19થી જીત્યો. આ સેટમાં બેલ્જિયમના જુલિયને લક્ષ્યને ટક્કર આપી હતી. સેને બીજા સેટમાં ફરી એકવાર શાનદાર શરૂઆત કરી હતી અને તેણે વિરોધીની નબળાઈનો ઉપયોગ કરીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને મેચના બીજા સેટના મધ્ય-વિરામમાં સ્કોર 11-5 સુધી લઈ ગયો હતો. આ પછી લક્ષ્ય સેને જુલિયન પર વધુ દબાણ બનાવ્યું અને બીજો સેટ 21-14થી જીતી લીધો.
🇮🇳 𝗖𝗿𝘂𝗰𝗶𝗮𝗹 𝘄𝗶𝗻 𝗳𝗼𝗿 𝗟𝗮𝗸𝘀𝗵𝘆𝗮! Lakshya Sen records a victory against Julien Carraggi in straight games in the men's singles event to set up a very important match against J. Christie.
🏸 Lakshya won a tightly contested first game recording a fantastic comeback… pic.twitter.com/bOllCOEoS8
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 29, 2024
આ સાથે લક્ષ્ય સેને સીધા સેટમાં 21-19 અને 21-15થી મેચ જીતી લીધી હતી. પેરિસ ઓલિમ્પિક 2024 માટે લક્ષ્યની આ બીજી જીત છે. અગાઉ, તેણે ગ્વાટેમાલાના ખેલાડી કેવિન કોર્ડન સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી, પરંતુ તેણે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી, તેની સાથે લક્ષ્યની મેચ રદ કરવામાં આવી હતી. હવે તે મેચના પોઈન્ટ લક્ષ્યમાંથી પોઈન્ટમાં ઉમેરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Paris Olympic 2024 : હોકીમાં અંતિમ ક્ષણે ભારતે પલટી બાજી, આર્જેન્ટિના વિરુદ્ધ મેચ ડ્રો