Paris Olympic 2024: એર રાઈફલ શૂટિંગમાં અર્જુન બબુતાની ફાઇનલમાં એન્ટ્રી
Paris Olympic 2024: ભારતીય શૂટર અર્જુન બબુતા(Arjun Babuta)એ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અર્જુન ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 7મા ક્રમે રહ્યો હતો. સંદીપ સિંહે પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ તે 629.3 પોઈન્ટ સાથે રેન્કિંગમાં 12મા સ્થાને રહ્યો હતો. અર્જુનના કુલ માર્કસ 630.1 માર્કસ હતા.
અર્જુન બાબૌતાની ફાઇનલમાં એન્ટ્રી
અર્જુન બાબૌતાએ શાનદાર શરૂઆત કરી હતી અને તે 10.8ના શ્રેષ્ઠ સ્કોર સાથે 105.7 પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો હતો. બીજી શ્રેણીમાં કુલ માર્કસમાં થોડો ઘટાડો થયો હતો અને તેને માત્ર 104.9 માર્કસ મળ્યા હતા, પરંતુ અર્જુન ટોપ 8માં રહેવામાં સફળ રહ્યો હતો. તેણે તેના 29મા શોટમાં 105.5 પોઈન્ટ અને 10.9ના શ્રેષ્ઠ સ્કોર સાથે ફરી એકવાર ત્રીજી શ્રેણીમાં લીડ મેળવી. તેણે ચોથી શ્રેણીમાં પણ તેની ગતિ જાળવી રાખી હતી અને પ્રથમ બે શોટમાં 10.8 અને 10.9 પોઈન્ટ મેળવ્યા હતા. જો કે, શ્રેણીમાં બાકીના શોટ્સ તેના ઉચ્ચ ધોરણો પર નહોતા અને તે રેન્કિંગમાં 6ઠ્ઠા સ્થાને સરકી ગયો હતો.
સંદીપ સિંહ નિરાશ
તમને જણાવી દઈએ કે સંદીપ સિંહ મેન્સ 10 મીટર એર રાઈફલમાં પણ ભાગ લઈ રહ્યો હતો, પરંતુ તે 629.3 પોઈન્ટ સાથે 12મા ક્રમે રહ્યો હતો. ચીનના લિહાઓ શેંગે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 631.7 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે આર્જેન્ટિનાના માર્સેલો જુલિયન ગુટેરેઝ સમાન સ્કોર સાથે બીજા સ્થાને છે. ઈટાલીનો ડેનિલો ડેનિસ સોલાઝો ત્રીજા સ્થાને રહ્યો.
એર પિસ્તોલ મનુ ભાકરએ ભારતને પ્રથમ બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરિસ 2024 ગેમ્સમાં શૂટિંગ ઇવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય થનારી તે ત્રીજી ભારતીય છે. મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય હતી અને તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં પહોંચી હતી.
અર્જુન બાબૌતા અને સંદીપ સિંહે 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તેમનું પ્રદર્શન સારું નહોતું. અર્જુન બાબૌતા અને રમિતા જિંદાલ 628.7ના કુલ સ્કોર સાથે છઠ્ઠા સ્થાને રહ્યા જ્યારે સંદીપ સિંહ અને ઈલાવેલિન વાલારિવાન 626.3ના કુલ સ્કોર સાથે 12મા સ્થાને રહ્યા. અર્જુન અને રમિતાની જોડીએ એક સમયે આશા જગાવી હતી. ભારતીય જોડી ત્રણ શોટ બાકી રહીને પાંચમા ક્રમે રહી હતી, પરંતુ આખરે મેડલ રાઉન્ડ માટે કટ-ઓફથી 1.0 પોઈન્ટ ઓછી પડી હતી.
આ પણ વાંચો -Paris Olympic 2024: તીરંદાજીમાં મોટો અપસેટ, નેધરલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ પરાસ્ત થઈ
આ પણ વાંચો -ભારતને પ્રથમ પદક અપાવનાર મનુ ભાકરને PM Modi સહિત આ જાણીતી હસ્તીઓએ પાઠવી શુભેચ્છા!
આ પણ વાંચો -Paris Olympics 2024 : નિખત ઝરીનનું વિસ્ફોટક ડેબ્યૂ, પ્રથમ મેચમાં જર્મનીને 5-0થી હરાવ્યું