Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી પર ટિપ્પણી કરતા પરસોત્તમ પીપળિયાને મળી ધમકી

બાગેશ્વરધામના બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યા તેઓ અલગ-અલગ શહેરોમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે. આ વચ્ચે તેમને રાજકોટના પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને પડકાર ફેંક્યો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બાબા બાગેશ્વરનો...
01:06 PM May 17, 2023 IST | Hardik Shah

બાગેશ્વરધામના બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યા તેઓ અલગ-અલગ શહેરોમાં પોતાનો દિવ્ય દરબાર યોજવાના છે. આ વચ્ચે તેમને રાજકોટના પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને પડકાર ફેંક્યો હતો. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, બાબા બાગેશ્વરનો વિરોધ કરવું પરસોત્તમ પીપળિયાને ભારે પડ્યું છે. જીહા, હાલમાં તેમની ધમકીઓ મળવાનું શરૂ થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર, તેમને ફેસબુક અને ફોનના અલગ-અલગ માધ્યમથી અશ્લીલ પ્રકારની ગાળો આપી ધમકીઓ આપવામાં આવી રહી છે.

બાબા પર ટિપ્પ્ણી કરવી ભારે પડી

બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરતા પરસોત્તમ પીપળિયાને હવે ધમકી મળવાનો દૌર શરૂ થઇ ગયો છે. તેમને બાબા પર ટિપ્પ્ણી કરવી ભારે પડી છે. આ પહેલા પરસોત્તમ પીપળિયાએ કહ્યું હતું કે, હું સનાતન ધર્મનો સમર્થક છું, મને માત્ર અંધશ્રદ્ધા સામે વિરોધ છે. મારો પણ કોઇ વિરોધ કરે તો મનો કોઇ વાંધો નથી. જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા જ બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીએ એક ચેનલમાં કહ્યું હતું કે, જ્યાં વિજ્ઞાન સમાપ્ત થાય છે, ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. અમે સતત માનવ સેવા કરી રહ્યા છીએ. તેમજ કઇ વ્યક્તિએ કયું કામ કરાવવાનું છે. આ ભગવાન દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમજ તેમણે કહ્યું કે, બાગેશ્વર ધામ ખૂબ જૂનું છે. પરંતુ મીડિયાના પ્રભાવને કારણે તે હવે લોકપ્રિય બની ગયું છે. આ સાથે ધામમાં દરરોજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોઈ પણ મનુષ્ય ભવિષ્ય કહી શકતો નથી. પરંતુ ગુરુ અને હનુમાનજીની કૃપાથી અમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ ચોક્કસપણે સૂચવીએ છીએ.

માત્ર 26 વર્ષની ઉંમરમાં લાખો અનુયાયીઓ એકત્રિત કર્યા

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવી રહ્યા છે. જોકે, તેમના આવતા પહેલા રાજકોટના પુરુષોત્તમ પિપરીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. જો ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના પડકારને સાબિત કરશે અને રાષ્ટ્રહિતમાં કામ કરશે તો તેઓ તેમનું મંદિર બનાવી તેનો પ્રચાર કરશે. આપને જણાવી દઇએ કે, જે મુજબની જાણકારી મળી રહી છે તે મુજબ સુરત, અમદાવાદ અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દરબાર યોજાવાનો છે. આ દરબારમાં લાખોની સંખ્યામા ભક્તો આવી શકે તેવું અનુમાન લગાવવામા આવી રહ્યું છે. બાગેશ્વર બાબાએ માત્ર 26 વર્ષની ઉંમરમાં લાખો અનુયાયીઓ એકત્રિત કર્યા છે, જેઓ ભગવાન અને તેમના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે.

કોણ છે પુરુષોત્તમ પીપરિયા
રાજકોટના સામાજીક અગ્રણી પુરુષોત્તમ પીપરિયા રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના સીઈઓ છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વિવિધ વિષયો પર પોતાનો મત રજુ કરતા રહે છે. આજે તેમણે બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમભાઈ પીપરિયા અગાઉ રાજકોટની વિરાણી સ્કુલના ગ્રાઉન્ડને ખાનગી માલિકીને વેચી દેવા મામલે વિદ્યાર્થીઓ માટે સ્કુલના ગ્રાઉન્ડને લઈને લડત લડી હતી. તેમનું માનવું હતું કે, આ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે રહેવું જોઈએ.

આ પણ વાંચો - બાબા બાગેશ્વર આ તારીખે બનશે ગુજરાતના મહેમાન, જાણો કયા શહેરોમાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
baba Dhirendrashastripurushottam pipaliyaRajkot NewsThreat
Next Article