Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paramesh Sivamani બન્યા ભારતીય કોસ્ટ ગાર્ડના નવા ડિરેક્ટર જનરલ, જાણો તેમના વિશે...

પરમેશ શિવમણિ બન્યા ICG ના નવા ડાયરેક્ટર 15 ઓક્ટોબરે મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો ભારતીય કોસ્ટ ગાર્ડના 26 માં મહાનિર્દેશક બનાવાયા પરમેશ શિવમણિ (Paramesh Sivamani)ને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. તેમણે મંગળવારે (15 ઓક્ટોબર) મહાનિર્દેશક...
paramesh sivamani બન્યા ભારતીય કોસ્ટ ગાર્ડના નવા ડિરેક્ટર જનરલ  જાણો તેમના વિશે
  1. પરમેશ શિવમણિ બન્યા ICG ના નવા ડાયરેક્ટર
  2. 15 ઓક્ટોબરે મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો
  3. ભારતીય કોસ્ટ ગાર્ડના 26 માં મહાનિર્દેશક બનાવાયા

પરમેશ શિવમણિ (Paramesh Sivamani)ને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. તેમણે મંગળવારે (15 ઓક્ટોબર) મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. પરમેશ શિવમણિ (Paramesh Sivamani)ને ભારતીય કોસ્ટ ગાર્ડના 26 માં મહાનિર્દેશક બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે મંગળવારે તેમની નિમણૂકને લઈને આ સત્તાવાર માહિતી આપી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરમેશ શિવમણિ (Paramesh Sivamani) સાડા ત્રણ દાયકાથી વધુની તેમની શાનદાર કારકિર્દી દરમિયાન નૌકાદળની નિમણૂકોમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે. તેઓ નેવિગેશન અને ડિરેક્શનમાં નિષ્ણાત છે અને તેમની મેરીટાઇમ કમાન્ડમાં ICG ના તમામ મોટા જહાજો સામેલ છે.

Advertisement

તેમના મેરીટાઇમ કમાન્ડમાં ઉન્નત ઓફશોર પેટ્રોલ શિપ 'સમર' અને ઓફશોર પેટ્રોલ શિપ 'વિશ્વ'નો પણ સમાવેશ થાય છે. તેમની સેવા દરમિયાન પરમેશ શિવમણિ (Paramesh Sivamani)એ કોસ્ટ ગાર્ડ એરિયા (પૂર્વ), કોસ્ટ ગાર્ડ એરિયા (વેસ્ટ), કોસ્ટ ગાર્ડ કમાન્ડર (પૂર્વ સીબોર્ડ)ના ટોચના હોદ્દા સંભાળ્યા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય કોસ્ટ ગાર્ડના નવા ડાયરેક્ટર જનરલ નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હી અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

Advertisement

વર્ષ 2022 માં એડિશનલ ડાયરેક્ટર જનરલ બનાવાયા...

પરમેશ શિવમણિ (Paramesh Sivamani)ને સપ્ટેમ્બર 2022 માં એડિશનલ ડાયરેક્ટર જનરલના પદ પર બઢતી આપવામાં આવી હતી. બાદમાં તેમને કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર, નવી દિલ્હી ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2024 માં તેમને કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : MP : BJP નેતાએ પોલીસને માર્યો 'લાફો' અને પછી... Video Viral

Advertisement

તેઓ અનેક મહત્વપૂર્ણ કારગીરીમાં પણ સામેલ...

સંરક્ષણ મંત્રાલએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન અને અભ્યાસ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાના નાર્કોટિક્સ અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગંભીર ચક્રવાતી તોફાનો દરમિયાન ખલાસીઓનો બચાવ, વિદેશી કોસ્ટ ગાર્ડ્સ સાથે સંયુક્ત અભ્યાસ, શિકાર વિરોધી કામગીરી, ચક્રવાત અને કુદરતી આફતો દરમિયાન માનવતાવાદી સહાયતા અને દરિયાકાંઠાનો સુરક્ષા અભ્યાસ પણ આ કામગીરીમાં સામેલ છે.

આ પણ વાંચો : Jharkhand Election : ચૂંટણી પંચ ભાજપની કતપૂતળી...! JMM એ કર્યો ગંભીર આક્ષેપ

પરમેશ શિવમણિને અનેક મેડલો મળ્યા છે...

ડીજી પરમેશ શિવમણિ (Paramesh Sivamani)ને તેમની શ્રેષ્ઠ સેવા બદલ વર્ષ 2014 માં કોસ્ટ ગાર્ડ મેડલ અને 2019 માં રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 2012 માં ડીજી કોસ્ટ ગાર્ડ પ્રસંશા અને 2009 માં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (પૂર્વ) પ્રસંશા પણ એનાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Bahraich Violence : હિન્દુ યુવકના મૃત્યુનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો...!

Tags :
Advertisement

.