Gujarat Congress 'પત્રિકા કાંડ' : કાર્યાલયમાં પત્રિકા વિતરણથી ખળભળાટ, બે નેતાઓના નામ સામે આવ્યા
- અમદાવાદના કોંગ્રેસ કાર્યલાય ખાતે વેચાઇ પત્રિકા
- ભાજપ સાથે સેટીંગ કરતા નેતાઓના નામ સાથે ઉલ્લેખ
- કાર્યાલય પર થયેલા પથ્થર મારામાં સેટીંગ કર્યુ હોવાનો ઉલ્લેખ
Gujarat Congress : કોંગ્રેસમાં પત્રિકા કાંડ સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ (Congress) કાર્યાલય ખાતે પત્રિકા વેચાઇ છે. તેમાં ભાજપ સાથે સેટીંગ કરતા નેતાઓના નામ સાથે પત્રિકામાં ઉલ્લેખ છે. પત્રિકામાં હિંમતસિંહ પટેલ ( Himmatsinh Patel ) અને શૈલેષ પરમાર (Shailesh Parmar )નો ઉલ્લેખ છે. કાર્યાલય પર થયેલા પથ્થર મારામાં સેટીંગ કર્યુ હોવાનો ઉલ્લેખ છે. પોલીસ ફરિયાદમાં ભાજપ સાથે સેટીગ કર્યુ હોવાનો આરોપ છે. તેમજ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માંગણી કરવામાં આવી છે.
આ ઘટનાને કારણે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો
પ્રદેશ કોંગ્રેસ (Congress) કાર્યલાય ખાતે બી.કે. હરિપ્રસાદની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ નિરીક્ષકો સામે રોષ ઠાલવ્યો છે. તેમાં ચાલુ બેઠકમાં નેતાઓ ભાષણ આપતા કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં પત્રિકા વિતરણનો મામલો ચર્ચામાં રહ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેટલાક લોકો દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને ભાજપ સાથે 'સેટિંગ' કર્યાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિરીક્ષકો સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો
આ પત્રિકા કાંડ બાદ જેમના નામ ઉછળ્યા છે તેવા કોંગ્રેસ (Congress) ના નેતા હિંમતસિંહ પટેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે આ ઘટનાને કેટલાક 'બની બેઠેલા નેતાઓ'નું ષડયંત્ર ગણાવ્યું છે. હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, આ ખોટી પત્રિકા વાયરલ કરીને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું એક મોટું ષડયંત્ર છે. મહત્વપૂર્ણ છે કે, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બી.કે. હરિપ્રસાદની આગેવાનીમાં એક બેઠક મળી હતી, તે દરમિયાન અથવા તે આસપાસના સમયગાળામાં આ પત્રિકા વિતરણનો મામલો બન્યો હતો. આંતરિક વિખવાદ અને નેતાઓ સામેના આરોપોને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિરીક્ષકો સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Gujarat : નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા મામલે હાઇકોર્ટ તરફથી રાજ્ય સરકારને અપાઈ રાહત