Banaskantha: શિક્ષણને બનાવ્યો ધંધો! પાંથાવાડામાં આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા
Banaskantha: ગુજરાતમાં શિક્ષણને ધંધો બનાવનાર લાંચિયા શિક્ષકો ઝડપાયા છે. દાંતીવાડાના પાંથાવાડાની શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા છે. પાલનપુર એસીબીની ટીમે આચાર્ય, શિક્ષક કમ ક્લાર્ક અને શાળા સંચાલકને 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી વિગતો પ્રમાણે અરજદારના દીકરાને ધોરણ 11 સાયન્સમાં એડમિશન લેવાનું હતું, જેમાં સરકારી ફી 380 રૂપિયા ચાલે છે પરંતુ આરોપીઓ દ્વારા 20 હજાર રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.
10 હજાર રૂપિયા બીજા સત્રમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું
મળતી વિગતો પ્રમાણે આરોપીને 10 હજાર રૂપિયા અત્યારે અને 10 હજાર રૂપિયા બીજા સત્રમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અરજદાર લાંચ આપવા નહોતા માગતા તેથી પાલનપુર ACBને સંપર્ક કરતા પાલનપુર ACBએ છટકું ગોઠવી શાળાના આચાર્ય મનોજકુમાર પટેલ, શિક્ષક કમ ક્લાર્ક અર્જુનભાઈ સોલંકી તેમજ શાળાના સંચાલક અરવિંદ શ્રીમાળીને 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા. તમને જણાવી દઇએ કે, પાલનપુર ACBની ટીમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ | |
નામ | હોદ્દો |
મનોજકુમાર કાનજીભાઇ પટેલ | આચાર્ય વર્ગ-૩, શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ), પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા |
અર્જુનભાઇ ઉર્ફે અરજણભાઇ મશરૂભાઇ સોંલકી | શિક્ષક કમ કલાર્ક (એડહોક) શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ), પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા |
અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળી | શાળા સંચાલક, શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ), પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા |
20,000 ની ગેરકાયદેસર લાંચની કરાઈ હતી માગણી
નોંધનીય છે કે, ગ્રાન્ટેડ શાળામાં સરકાર દ્વારા ફી નિયત કરવામાં આવેલી છે. જેથી વિગતે વાત કરવામાં આવે તો, આ કામના ફરીયાદીના દિકરાને ધોરણ-11 સાયન્સમાં એડમીશન લેવાનુ હોવાથી જે ગ્રાન્ટેડ શાળાની સરકારી ધારાધોરણ મુજબની નિયત કરેલ ફી રૂપિયા 380/- ચાલતી હોઇ તેમ છતા ફરીયાદી પાસે આરોપી મનોજકુમાર કાનજીભાઇ પટેલ અને અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળી દ્વારા રૂ 20,000/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી. જેમાં રુપિસા 10,1000/- બીજા સત્રમાં તથા રૂપિયા 10,000/- હાલમાં આપવાનુ જણાવેલ હતું
આરોપીઓની ધરપકડ કરીને 10 રૂપિયાની રકમ રીકવર કરાયા
તમને જણાવી દઇએ કે, આરોપીઓ દ્વારા અરજદાર પાસેથી 20 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જેથી પહેલા 10 હજાર અને બાદમાં બીજા 10 હજાર લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને 10 રૂપિયાની રકમ રીકવર કરી લેવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતિવાદા તાલુકાના પાંથાવાડામાં આવેલી શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા ખાતે આ બનાવ બન્યો હતો.