Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની સુપરહિટ ફિલ્મ 'The Legend of Maula Jatt' ટૂંક સમયમાં ભારતના સિનેમાઘરોમાં

પાકિસ્તાનની સુપરહિટ 'The Legend of Maula Jatt' હવે ભારતીય સિનેમાઘરોમાં ફવાદ અને માહિરાની ફિલ્મ ભારતના પંજાબમાં રિલીઝ થવાની ફવાદ અને માહિરાની 'The Legend of Maula Jatt' ટૂંક સમયમાં ભારતના સિનેમાઘરોમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ (Pakistani actors Fawad Khan) અને માહિરા...
પાકિસ્તાનની સુપરહિટ ફિલ્મ  the legend of maula jatt  ટૂંક સમયમાં ભારતના સિનેમાઘરોમાં
  • પાકિસ્તાનની સુપરહિટ 'The Legend of Maula Jatt' હવે ભારતીય સિનેમાઘરોમાં
  • ફવાદ અને માહિરાની ફિલ્મ ભારતના પંજાબમાં રિલીઝ થવાની
  • ફવાદ અને માહિરાની 'The Legend of Maula Jatt' ટૂંક સમયમાં ભારતના સિનેમાઘરોમાં

પાકિસ્તાની અભિનેતા ફવાદ (Pakistani actors Fawad Khan) અને માહિરા ખાન (Mahira Khan) ની ફિલ્મ 'The Legend of Maula Jatt' ટૂંક સમયમાં ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ફવાદ ખાન અને માહિરા ખાન મુખ્ય ભૂમિકા (Lead Roles) માં જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, 'The Legend of Maula Jatt' પાકિસ્તાની સિનેમાઘરોની ઈતિહાસની સૌથી મોંઘી અને સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. ડિરેક્ટર બિલાલ લશારીએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર જાહેર કર્યા અને લખ્યું: "બુધવાર, 2 ઓક્ટોબરે ભારતમાં, પંજાબમાં રિલીઝ થઈ રહી છે! પાકિસ્તાનમાં 2 વર્ષ પછી પણ આ ફિલ્મની સ્ટારડમ એટલી જ જોવા મળી રહી છે. હું ભારતીય પંજાબી પ્રેક્ષકોને આ ફિલ્મના જાદુનો અનુભવ કરાવવા આતુર છું."

Advertisement

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પાકિસ્તાનના સ્ટાર

'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ફિલ્મ 12 ઓક્ટોબર, 2022ના રોજ ભારતીય થિયેટરોમાં રિલીઝ થઈ હતી, અને એ પહેલાં તે પાકિસ્તાનમાં ભવ્ય સફળતા મેળવી ચૂકી છે. આ ફિલ્મની વાર્તા, પાત્રો અને દ્રશ્યોએ પાકિસ્તાની સિનેમાને નવો પરિચય આપ્યો છે. આ ફિલ્મના મુખ્ય ભૂમિકામાં ફવાદ ખાન, માહિરા ખાન, હમઝા અલી અબ્બાસી અને હુમૈમા મલિક જેવા જાણીતા સ્ટાર્સ જોવા મળ્યા છે, જેનો અભિનય દર્શકોને ખૂબ પસંદ આવ્યો. આ ફિલ્મને પાકિસ્તાની સિનેમાની સૌથી મોંઘી અને સૌથી સફળ ફિલ્મ ગણવામાં આવે છે, અને હવે તે ભારતમાં પંજાબમાં પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ફવાદ ખાન અને માહિરા ખાને મુખ્ય પાત્રો ભજવ્યા છે. ફવાદ ખાન ફિલ્મમાં મૌલા જટ્ટ તરીકે અને માહિરા ખાન મખો જટ્ટ તરીકે નજરે ચડ્યા છે. ફિલ્મમાં હમઝા અલી અબ્બાસી અને હુમૈમા મલિક પણ મહત્વની ભૂમિકામાં છે. આ સ્ટારકાસ્ટ ફિલ્મના ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી પાત્રો ભજવે છે. ફિલ્મમાં ગૌહર રાશિદ, શમૂન, શફકત ચીમા, અદનાન જાફર, ફારિસ સફી, અહસાન ખાન અને બાબર અલી જેવા કલાકારોએ પણ મહત્વના રોલ ભજવ્યા છે.

Advertisement

માહિરા ખાને ફિલ્મ રિલીઝને લઈને અપડેટ આપી હતી

નિર્દેશક બિલાલ લશારી અને માહિરા ખાને ભારતમાં ફિલ્મની રિલીઝ વિશેની માહિતી તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. બિલાલે લખ્યું, "ભારતમાં બુધવાર, 2જી ઑક્ટોબરે રિલીઝ થઈ રહ્યું છે, 2 વર્ષ થઇ ગયા પણ તે આજે પણ પાકિસ્તાનમાં વીકએન્ડ પર હાઉસફુલ છે! હવે, હું ઈચ્છું છું કે ભારતમાં અમારા પંજાબી દર્શકો આ પ્રેમના જાદુનો અનુભવ કરે." માહિરા ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી અને લખ્યું, "ચાલો જઈએ." ફવાદે પણ એક પોસ્ટ શેર કરી, એક દાયકામાં ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થનારી ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ પહેલી પાકિસ્તાની ફિલ્મ બનશે.

ભારતમાં પાકિસ્તાની ફિલ્મોને લગતા નિયમો?

2016માં ઉરી આતંકી હુમલા બાદ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. નવેમ્બર 2023 માં, સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રદર્શન કરવા અથવા કામ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. વાસ્તવમાં, ફવાદ અને માહિરા બંને ભારતીય સિનેમામાં પહેલા કામ કરી ચૂક્યા છે. ફવાદ 'એ દિલ હૈ મુશ્કિલ', 'કપૂર એન્ડ સન્સ' અને 'ખૂબસૂરત' જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યો છે. માહિરાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'રઈસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

Advertisement

આ પણ વાંચો:  Stree 2 બોક્સ ઓફિસ પર હિટ, કમાણીમાં શાહરૂખની જવાનને આપી માત

Tags :
Advertisement

.