ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lahore ની હવા બની અત્યંત ઝેરી, ગ્રીન લોક ડાઉન લદાતા હાહાકાર....

લાહોરમાં એક અઠવાડિયા માટે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત તમામ શાળાઓને 9મી નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ બે વધારાના 'ગ્રીન લોકડાઉન' માટે પણ તૈયારીઓ ભારતથી લાહોર તરફ ફૂંકાઈ રહેલો પવન જવાબદાર Lahore : રવિવારે પાકિસ્તાનના લાહોરવાસીઓએ (Lahore) અત્યંત ઝેરી હવામાં...
12:28 PM Nov 04, 2024 IST | Vipul Pandya
Lahore

Lahore : રવિવારે પાકિસ્તાનના લાહોરવાસીઓએ (Lahore) અત્યંત ઝેરી હવામાં શ્વાસ લીધો હતો. પાકિસ્તાનના બીજા સૌથી મોટા શહેર લાહોરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 1900 પર પહોંચ્યો, જેના કારણે હાહાકાર મચી ગયો હતો. વાયુ પ્રદૂષણની આવી ખતરનાક સ્થિતિ વચ્ચે લાહોરમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રવિવારે, વિવિધ પ્રદૂષણ એજન્સીઓની 'વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો'ની યાદીમાં લાહોર ટોચ પર રહ્યું હતું. પંજાબ પ્રાંતના પર્યાવરણ મંત્રી મરિયમ ઔરંગઝેબે ભારતને દોષી ઠેરવતા કહ્યું કે તે સોમવારે નવી દિલ્હી સમક્ષ આ મુદ્દો ઉઠાવશે.

એક અઠવાડિયા માટે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત

લાહોરમાં ઝેરી હવાને જોતા, એક અઠવાડિયા માટે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત કરવામાં આવ્યું છે. રવિવારે સમગ્ર શહેરમાં ધોરણ 5 સુધીની તમામ શાળાઓને 9મી નવેમ્બર (શનિવાર) સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. બાળકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પ્રતિબંધો વધુ લંબાવવામાં આવશે.

આ પણ વાંચો----Pakistan માં વાહન ખાડામાં પડતાં 7 લોકોનાં મોત, ખૈબર પખ્તુનખ્વા હુમલામાં 16 સૈનિકો ઘાયલ

સરકાર લોકડાઉન લાદવા સહિતના કડક પગલાં લઈ શકે

ઔરંગઝેબે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમણે ઈંટના ભઠ્ઠા માલિકો અને ટ્રાન્સપોર્ટરોને ચેતવણી આપી કે પરિસ્થિતિ વધુ વણસે નહીં. તેમણે કહ્યું કે સરકાર લોકડાઉન લાદવા સહિતના કડક પગલાં લઈ શકે છે. મંત્રીએ કહ્યું કે બે વધારાના 'ગ્રીન લોકડાઉન' માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

મંત્રીએ ભારત પર આક્ષેપ કર્યો

રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના વરિષ્ઠ મંત્રી મરિયમ ઔરંગઝેબે 'ભારતમાંથી ધુમ્મસ આવવા' વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી લાહોર તરફ પવન ફૂંકાતા રહેશે. મંત્રીએ દાવો કર્યો કે અમૃતસર અને ચંદીગઢથી આવતા પૂર્વીય પવનોને કારણે લાહોરમાં છેલ્લા બે દિવસથી AQI 1,000ને વટાવી ગયો છે.

ભારતથી લાહોર તરફ ફૂંકાઈ રહેલો પવન જવાબદાર

ઔરંગઝેબે કહ્યું, 'ભારતથી લાહોર તરફ ફૂંકાઈ રહેલો પવન... ધુમ્મસને ખતરનાક સ્તરે લઈ જઈ રહ્યો છે અને ઓછામાં ઓછા આગામી સપ્તાહ સુધી પવન આ દિશામાં રહેવાની શક્યતા છે... લોકોને બિનજરૂરી. બહાર જવાનું ટાળીને પોતાની કાળજી લેવી જોઈએ. વૃદ્ધો અને બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ...'

પવનની દિશા બદલી શકાતી નથી

ઔરંગઝેબે કહ્યું કે પવનની દિશા બદલી શકાતી નથી અને સરહદ પારના ધુમ્મસનો મુદ્દો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.

આ પણ વાંચો----Pakistan માં પ્રચંડ રિમોટ બ્લાસ્ટ, 5 સ્કૂલના બાળકો સહિત 7 લોકોના મોત

Tags :
Air PollutionAir quality indexaqiGreen LockdownIndiaLahorelockdownPakistanPunjab Senior Minister Maryam AurangzebToxic AirWork from homeWorld's Most Polluted City
Next Article