Super-4 ની પહેલી મેચમાં પાકિસ્તાનની બાંગ્લાદેશ વિરુદ્ધ આસાન જીત, એશિયા કપમાં તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2023ની પ્રથમ સુપર 4 મેચમાં બુધવારે પાકિસ્તાને બાંગ્લાદેશ સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે એકતરફી જીત નોંધાવી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તે ખોટો સાબિત થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે તેની ઈનિંગમાં 10 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને આ ટાર્ગેટનો પીછો કરવાની શરૂઆત કરી હતી અને આ લક્ષ્ય 39.3માં 7 વિકેટે હાંસલ કરી લીધું હતું.
પાકિસ્તાનની બોલિંગે કર્યો કમાલ
એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં બુધવારે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને 79 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 63 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈમામ-ઉલ-હકે 84 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. રિઝવાન અને ઈમામે ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. ફખર ઝમાને 20 રન અને કેપ્ટન બાબર આઝમે 17 રન ઉમેર્યા હતા. આઘા સલમાન 12 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. આ પહેલા બાંગ્લાદેશની ટીમ ટોસ જીતીને બેટિંગ પસંદ કરતી હતી અને 38.4 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન માટે હરિસ રૌફે કિલર બોલિંગ કર્યો હતો. રૌફે 6 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમ અને શાકિબ અલ હસને શાનદાર બેટિંગ કરી
નસીમ શાહે 3 જ્યારે શાહીન આફ્રિદી, ફહીમ અશરફ અને ઈફ્તિખાર અહેમદે એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે (87 બોલમાં 64) સૌથી વધુ રન બનાવ્યા હતા. કેપ્ટન શાકિબ અલ હસને 57 બોલમાં 53 રનનું યોગદાન આપ્યું હતું. મુશફિકુર અને શાકિબે પાંચમી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. બાંગ્લાદેશે તેની શરૂઆતની 4 વિકેટ માત્ર 47 રનમાં ગુમાવી દીધી હતી. મેહદીન હસન મિરાજ (0)નું બેટ શાંત રહ્યું હતું. મોહમ્મદ નઈમ (20) અને લિટન દાસ (16) મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.
પાકિસ્તાનની ટીમે બનાવ્યો રેકોર્ડ
આ સાથે પાકિસ્તાનની ટીમે એશિયા કપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. એશિયા કપમાં એક જ ટીમ સામે સૌથી વધુ જીતના મામલામાં પાકિસ્તાનની ટીમ હવે નંબર વન પર છે. પાકિસ્તાને એશિયા કપમાં બાંગ્લાદેશ સામે 14 મેચમાં 13મી જીત હાંસલ કરી છે.
ODI એશિયા કપમાં કોઈપણ વિરોધી સામે સૌથી વધુ જીત:
13 - પાકિસ્તાન vs બાંગ્લાદેશ (14 મેચ)*
12 - શ્રીલંકા vs બાંગ્લાદેશ (14)
11 - ભારત vsબાંગ્લાદેશ (12)
10 - શ્રીલંકા vs ભારત (19)
10 - શ્રીલંકા vs પાકિસ્તાન (14)
પાકિસ્તાન સુપર-4 માં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી
જણાવી દઇએ કે, એશિયા કપની આ આવૃત્તિમાં આ રાઉન્ડ માટે ક્વોલિફાય થનારી પાકિસ્તાન પ્રથમ ટીમ બની ગઇ હતી. તેઓ તેમની પ્રથમ ગ્રૂપ મેચમાં નેપાળને હરાવવામાં સફળ રહ્યા હતા, જ્યારે ભારત સામેની તેમની બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બાબર આઝમ એન્ડ કંપની આ ગતિ જાળવી રાખીને ટુર્નામેન્ટના આ તબક્કાની ધમાકેદાર શરૂઆત કરવા માંગે છે.
આ પણ વાંચો - World Cup 2023 : India vs Pakistan મેચની એક ટિકિટ વેચાઈ રહી છે 57 લાખ રૂપિયામાં
આ પણ વાંચો - Asia cup 2023 : એશિયા કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન કેવી રીતે ટકરાશે? જાણો સમીકરણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.