Pakistani Actress Hania Aamir અને તેની ટીમને અમેરિકન ઈવેન્ટમાં પડી માર!
- તેની ટીમને આયોજકો દ્વારા કથિત રીતે મારવામાં આવી હતી
- આયોજકોમાંથી એક દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો
- Pakistani ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી છે
Pakistani Actress Hania Aamir : Pakistani Actress Hania Aamir તાજેતરમાં અમેરિકાના એક ઈવેન્ટમાં પહોંચી હતી. અમેરિકાના ડલાસમાં એક મીટ-એન્ડ-ગ્રીટ ઈવેન્ટ યોજવામાં આવી હતી. તેમાં Actress એ ભાગ લીધો હતો. તો Actress પોતાની ટીમ સાથે આ ઈવેન્ટમાં પહોંચી હતી. પરંતુ ઈવેન્ટમાં એવું કંઈક Actress સાથે થયું હતું, તેના કારણે તેને ઈવેન્ટ છોડીને ભાગી જવું પડ્યું હતું. ત્યારે Actress આ સમગ્ર મામલે ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે.
તેની ટીમને આયોજકો દ્વારા કથિત રીતે મારવામાં આવી હતી
Actress Hania Aamir એ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે યુએસ આયોજકોએ તેની ટીમ સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેણીની ટીમ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેથી તેણીએ ઇવેન્ટને અધવચ્ચે જ છોડી દીધી હતી. Hania Aamir એ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેની ટીમને આયોજકો દ્વારા કથિત રીતે મારવામાં આવી હતી. ડલાસમાં આયોજકે તેમના મેનેજર સાથે દુર્વ્યવહાર અને ઠપકો પણ આપ્યો હતો. મારું કામ પતાવીને જ્યારે હું પાછી મારી સીટ પર જઈ રહી હતી, ત્યારે આ ઘટના મારી ઘટી હતી.
આ પણ વાંચો: Priyanka Chopra એ 6 વર્ષ બાદ બોલીવૂડમાં પરત ફરશે, આ ફિલ્મનો લીડ રોલ મળ્યો
Pakistani Actress Hania Aamir
આયોજકોમાંથી એક દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો
Actress Hania Aamir એ વધુમાં જણાવ્યું, મેં સાંભળ્યું છે કે મારા મેનેજરને ઇવેન્ટ આયોજકોમાંથી એક દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હું તેની પાસે ગઈ અને પૂછ્યું કે શું થયું અને તેણે કહ્યું કે તેણે મારી સાથે અસંસ્કારી વાત કરી હતી. પરંતુ આ વ્યક્તિ દ્વારા પણ મારી સાથે દુર્વ્યવહાર કરવામા આવ્યો હતો. તો બેકસ્ટેજ પર ખૂબ જ ખરાબ વર્તન થયું અને પછી અમને બહાર જવા માટે પણ કહેવામાં આવ્યું. હું જાણું છું કે મારા પ્રિયજનો મને મળવા માટે જ ત્યાં આવ્યા હતા, પણ હું શું કરી શકું. મને મારી અને ટીમની પણ ચિંતા હતી, તેથી અમારે ત્યાંથી જવું પડ્યું. હું મારા ચાહકોની માફી માંગુ છું અને ફરી ક્યારેક મળવાનું વચન આપું છું.
Pakistani ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી છે
Hania Aamir નો જન્મ 12 ફેબ્રુઆરી 1997 ના રોજ Pakistan ના રાવલપિંડીમાં થયો હતો. Hania Aamir એ Pakistani ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી છે. તેણી ઘણા સુપરહિટ મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. Hania Aamir એ કભી હમ કભી તુમ, મેરે હમસફર, મુઝે પ્યાર હુઆ થા, દિલ રૂબા અને આના જેવા ટીવી શો પણ કર્યા છે. Hania Aamir સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ફેન્સ માટે પોસ્ટ શેર કરતી રહે છે. ભારતમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી.
આ પણ વાંચો: Actress Urmila Kothare ની કારે કચડી નાખ્યા બે મજૂરો, અને અભિનેત્રી....